सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભાવનગર ના યશવંતરાય નાટ્ય ગૃહમાં EPS 95 પેન્શન રાષ્ટ્રીય સંઘર્ષ સ્મિતાના અધ્યક્ષ કમાન્ડર અશોક રાવતે સરકાર સામે લડત આપતા , પેન્શનરો ને સંબોધન કર્યું

ભાવનગરના યશવંતરાયના નાટ્ય ગૃહ ખાતે સમગ્ર રાજ્યમાંથી EPS 95 સાથે જોડાયેલા ૧૨૦૦ થી વધુ પેન્શનરો રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાવતને સાંભળવા આવ્યા હતા.નગર નિગમ , સહકારી ક્ષેત્ર , તેમજ અન્ય તમામ લિમિટેડ કંપનીના પેન્શનર્સ આ મુહિમ માં જોડાયેલ છે. સમગ્ર ભારતમાં EPS 95 પેન્શન સમિતિમાં ૧ લાખ થી વધુ લોકો જોડાયેલા છે .

સિદ્ધાર્થ ગોઘારી
  • Apr 21 2025 11:24AM
છેલ્લા નવ વર્ષથી ચાલતું આંદોલન  કમાન્ડર અશોક રાઉત નાં માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે . વડાપ્રધાન નરેન્દ્રમોદી અને રાજ્ય સભા સાસંદ હેમા માલિની સાથે મુલાકાત બાદ આશ્વાસન આપવામાં આવ્યું હતું  તમારી માંગણીઓ સ્વીકારવામાં આવશે પરંતુ આજદિન સુધી આ માંગણીઓ આવકારવામાં આવેલ નથી .

દેશના 27 રાજ્યોમાં આ આંદોલન ચાલુ છે જેમાં તાલુકા, જિલ્લા અને રાજ્યોમાં અનેકવાર અંશન , ધરણા, આવેદન પત્ર તેમજ 245 થી વધુ ધારાસભ્ય અને સાંસદોને પત્ર લખી પેન્શનરની વ્યથા કહેવામાં આવેલ છે તેમ છતાં સરકાર દ્વારા આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી .

શ્રમ મંત્રી મનસુખભાઈ માડવિયાને બે વાર  મુલાકાત લઈ ને પપ્રેઝન્ટેશન આપવામાં આવેલ છે અને વૃદ્ધો ની કફોડી સ્થિતિ થી વાકેફ કરવામાં આવેલ છે . ભાવનગર ખાતે આવેલા EPS 95 સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષએ ચીમકી આપી હતી કે વૃદ્ધોને સરકારે હળવાશ થી ના લેવા જોઈએ આગામી 15મી મે સુધીમાં આ બાબતે સરકાર કોઈ નિર્ણય નહીં લાવે તો અમે બતાવીશું કે "અમે આ દેશના નાગરિક છીએ અને મોટા નાગરિક છીએ"

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार