નડિયાદ ટાઉન પોલીસે મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવી પ્રજાજનોમાં જાગૃતિ લાવવા સુચના અને માર્ગદર્શન આપ્યા
મકરસંક્રાંતિના તહેવાર ઉપર માનવ તથા પશુ પંખીનું જીવન જોખમાય નહિ તે સારું પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા સૂચના અપાઇ
અગામી મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને પ્રજામાં જાગૃતિ લાવવા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા તથા ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે જરૂરી તકેદારી રાખવા અંગે પ્રજાજનોમાં જાગૃતિ લાવવા સુચના અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ભરવાડ નડીયાદ ટાઉન પો.સ્ટેશન નાઓએ “જીવન અમુલ્ય છે"તેવી યુકતિ સાર્થક કરવા સારુ ટુ વ્હીલર વાહન ચાલકોને દોરીથી બચવા સારુ તેમજ મકરસંક્રાંતિના તહેવાર ઉપર માનવ તથા પશુ પંખીનું જીવન જોખમાય નહિ તે સારું પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા તથા ટુ વ્હીલર વાહન ચાલકો સ્ટેયરીંગ ગાર્ડ લગાવવા અથવા ગળામાં મફલર/રૂમાલ બાંધવા અપીલ કરવામાં આવેલ છે.
પોલીસ ઇન્સપેકટર એમ.બી.ભરવાડ નાઓએ તેઓની ટીમ સાથે ટુ વ્હીલર વાહન ચાલકોને ફ્રીમાં સ્ટેયરીંગ ગાર્ડ લગાવી આપી સારી કામગીરી કરવામાં આવી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प