મહેમદાવાદમાં શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન
રાષ્ટ્રીય સંત શ્રી ચીન્મયાનંદ (બાપુ) હરિદ્વારવાળા કથાના વ્યાસપીઠપદેથી સૌને કથામૃતનું પાન કરાવશે
મહેમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ભવ્ય શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથાનું આયોજન તારીખ 16 થી 22 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે.આ કથાની પ્રેરણા સાંકેતવાસી 1008 પૂજ્ય રામકુમાર દાસજી થકી પ્રાપ્ત થઇ છે.કથાનો સમય સાંજે 4 થી 7 કલાક દરમિયાનનો રહેશે. કથાના વ્યાસપીઠપદે રાષ્ટ્રીય સંત શ્રી ચીન્મયાનંદ સ્વામી બિરાજમાન થશે. આ કથા સમારંભમાં અતિથિ વિશેષ પદે મહામંડલેશ્વર મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજ(જગન્નાથ મંદિર અમદાવાદ), વહેરાખાડીના સંત 1008 પૂજ્ય
ગંગેશ્વરાનંદજી મહારાજ, દંડી આશ્રમ ડાકોરના પૂજ્ય વિજયદાસજી મહારાજ, સંતરામ મંદિર નડિયાદના સંત પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ તથા મુખ્ય યજમાન પદે સ્વ.જ્યોતિષચંદ્ર શુક્લાજી,શ્રીમતી મંજુલાબેન શુક્લાજી,(લંડન)ભરતભાઈ અમૃતલાલ કાછિયા પટેલ (સાબુવાળા)તથા મુખ્ય મહેમાન પદે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય ગૌતમસિંહ ચૌહાણ, સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત, આસ્થા હોમ્સવાળા ભરતભાઈ નારાયણભાઈ પટેલ, જય અંબે પરિવારવાળા સંજયભાઈ રામચંદ્રભાઇ પટેલ, ભરત પાર્ટી પ્લોટ વાળા અનુપભાઈ ભરતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. આ કથાને સફળ બનાવવા માટે મંદિર સેવા સમિતિના અગ્રણી જીતુભાઈ.જે. શાહ,ભરતભાઈ કા.પટેલ, અનિલભાઈ કા.પટેલ, રમેશભાઈ ખલાસી,જે.કે.શાહ,દિપલભાઇ શાહ, વિશાલભાઇ શાહ,કૌશિકભાઇ મેઘા,જીતુભાઈ પટેલ,સહિતના સૌ સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ કથા દરમિયાન જ્યોતિસ્વરૂપ શિવ બાબા તથા જગદંબા માતાની દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દાનવીરોએ પણ મન મુકીને નાણાં કોથળીઓ ખુલ્લી મુકી દીધી છે.આ કથાનું રસપાન કરવા માટે મહેમદાવાદના સૌ ધર્મપ્રેમી પ્રજાજનો ભારે ઉત્સાહિત થઈ રહ્યા છે તેમ મહેશભાઈ મહેતા દ્રારા જણાવાયું છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प