सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઉમરેઠમાં નદીમાં ન્હાવાં જવા ઉપર પોલીસ તંત્ર દ્વારા લેવાયા કડક નિર્ણય

લાલપુરા તથા વેહરાખાડી મહીસાગર નદીમાં નાહવા ઉપર પ્રતિબંધ મુકાયો

ધનંજય શુક્લ
  • Jun 13 2024 11:55AM

ખનન માફિયાઓ દ્વારા નદીના પટમાં ખાડા કરી દેવતા સહેલાણીઓ અજાણતા તેમાં ડૂબી જવાના કિસ્સા વધી રહ્યા છે તો ન્હાવા જનાર ઉપર પ્રતિબંધ લદાયો તેવી રીતે ખનન માફિયા પર પણ પ્રતિબંધ લાગવો જોઈએ તેવી પ્રજાની માંગ છે


ઉમરેઠ તાબે આવતા લાલપુરા તથા વહેરાખાડી થી પસાર થતી મહિસાગર નદી પર નાહવા માટે આવતા સહેલાણીયો માટે નો એન્ટ્રી  કરવામા આવી. 

હાલ અસહ્ય ઉનાળાની ગરમીની સિઝન ચાલી રહી હોય લોકો નદીએ નાહવા જવાનું વધુ પસંદ કરે છે તેમાંય મહીસાગર નદી ચરોતર વાસીઓ માટે નજીક પડતી હોય અહીં ઉનાળાની સિઝનમાં લોકમેળો જોવા મળે છે ગત સપ્તાહમાં મહીસાગર નદીમાં ડૂબીને મરી જવાના બે કિસ્સામાં ૬ લોકો એ જીવ ગુમાવ્યો હતો.  જેને ધ્યાને લઈ પોલીસે લાલપુરા ખાતે પસાર થતી નદી જવાનના રસ્તા ઉપર જેસીબી દ્વારા ખોદકામ કરી અને રસ્તાને બંધ કરવામાં આવેલ. જેથી બહાર ગામોથી આવતા સહેલાણીઓ નદીએ જાય નહીં અને અકસ્માતનો ભોગ ન બને તેમ જ ચોરીનો ભોગ ન બને તે માટે પોલીસે નવો કીમિયો અપનાવ્યો.

મહીસાગર નદીના આરાઓ ઊંડા હોય અકસ્માત નો ભોગ ન બને તેમાટે ઉમરેઠ પોલીસ દ્વારા રસ્તાઓ ખોદાઈ નાખ્યા હતા.

આડસો ઉભી કરીહતી અને ખંભોળજ પોલીસે સુચિત બોર્ડ મરાવામા આવેલ. 

ખંભોળજ અને ઉમરેઠ પોલીસે  ગ઼ામ પંચાયતોને સુચિત બોર્ડ મુકવા અપીલ કરેલ. ઉમરેઠ પોલીસ તથા ખંભોળજ  પોલીસ ની આ કામગીરી જોઈ ને લોકો એ બિરદાવી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार