ભોળા લોકોને ખબર જ નથી કે અમારા કાર્ડમાંથી કેટલા રૂપિયા કપાણા છે ! ડોક્ટરો જ્યાં સહી માંગે ત્યાં સહી આપી દે છે
ભારત દેશનો નાનામાં નાનો અને ગરીબ અને નબળા વર્ગના લાભાર્થી પરિવારોને આરોગ્ય કવરેજ પરદાન થાય તેના માટે ભારત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં લાવી છે જેનાથી કોઈપણ દર્દીને ઓપરેશન જેવી સારવાર કરાવવાની હોય તો દસ લાખ રૂપિયા ભારત સરકાર તેને ચૂકવે છે પરંતુ તે આયુષ્માન યોજના નો ગેરઉપયોગ કરીને ખાનગી હોસ્પિટલના ખાનગી ડોક્ટરો પોતાના ઘરો સરકારના પૈસાથી ભરી રહ્યા હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા હતા.ત્યારે થરાદ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો જે જગ્યાએ આયુષ્માન યોજનાના કાર્ડની જરુર ના હોય તો પણ તેનો ઉપયોગ કરી ઉઘાડી લુટ માંડી રહ્યા હોવાની ચર્ચા એ જોર પકડી છે.જેમાં કોઈ દર્દીને દવાથી અને પ્રાથમિક સારવારથી કોઈ દર્દ મટી જતું હોય છતાંય આયુષ્માન યોજના હેઠળ સરકાર માંથી મોટી રકમ લેવા માટે થરાદના ખાનગી ડોક્ટરો લાચાર દર્દીને આયુષ્માન કાર્ડ હેઠળ ઓપરેશન કરાવાનું કહે છે અને દર્દી ડરના કારણે તે ઓપરેશન કરાવે છે અને ડોકટરો આયુષ્માન કાર્ડમાંથી લાખો રૂપિયા સરકાર પાસેથી ખંખેરી લે છે જેમા થરાદની ખાનગી હોસ્પિટલના ઘણા કિસ્સાઓ બહાર આવેલા છે સરહદી તાલુકાના પ્રજાજનો જ્યારે કોઈ સારવાર માટે થરાદની ખાનગી હોસ્પિટલે આવતા હોય છે ત્યારે તેમને ડોક્ટર દ્વારા ડર બતાવીને ઓપરેશનની વાત કરે છે અને એ ઓપરેશન આયુષ્માન કાર્ડ યોજના હેઠળ મફત કરી આપવાની વાત કરે છે એટલે દર્દીઓ તે ઓપરેશન કરાવવા માટે તૈયાર થઈ જાય છે અને ડોક્ટરો જ્યાં સહી અને ફિંગરપ્રિન્ટ માગે ત્યાં આપી દે છે ત્યારે જે રોગને ઓપરેશન ની જરૂર ના હોય તેવા પ્રાથમિક રોગોને પણ ઓપરેશન કરી અને ડોક્ટર આયુષ્માન કાર્ડ યોજના હેઠળ મોટા બિલો બનાવી અને સરકાર પાસેથી પૈસા ખંખેરે છે અને દર્દીને ખબર પણ હોતી નથી જેથી આયુષ્યમાન યોજના થરાદની ખાનગી હોસ્પિટલો માટે કમાઉં દીકરો બની છે જેમા આ યોજના હેઠળ એક વર્ષમાં થરાની ખાનગી હોસ્પિટલોને કરોડનું ચૂકવણું પણ થયુ છે તેમજ ઘણી હોસ્પિટલો શંકાના દાયરામાં છે તેની તપાસ થાય તેવી જાગૃત લોકો દ્વારા માંગ ઉઠી છે...
(1) બોકસ:- નાની તકલીફને મોટી તકલીફ બતાવી અને આયુષ્માન કાર્ડ હેઠળ સરકારના પૈસા લૂટે છે
એક થરાદના દર્દીએ નામ ન આપવાની સાથે જણાવ્યું હતું કે મારે ગુદાનાં ભાગે એક ખીલ થયો હતો અને તે ખીલ મેં એક થરાદની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ગયો હતો તો મને ઓપરેશનની વાત કરી અને મને ભયંકર ડરાવવામાં આવ્યો અને આયુષ્માન કાર્ડ હેઠળ ઓપરેશન કરવાનું કીધું પરંતુ મેં બીજા મિત્રોની સલાહ લઈ અને ડીસા ખાતે બતાવ્યું તો મારે દવાઓ દ્વારા ખીલ મટી ગયો અને ઓપરેશન કરાવવું નથી પડ્યું એટલે આયુષ્માન કાર્ડ હેઠળ આ લોકો પૈસા પડાવવાનો વેપાર માંડ્યો છે......
(2) બોકસ:- આયુષ્માન યોજનાની મોટી રકમ સરકાર પાસેથી લેવા તમામ હદો થરાદની હોસ્પિટલો વટાવે છે
એક નવજાત બાળકીના પિતાએ જણાવ્યું હતું કે મારા બાળકનો જ્યારે જન્મ થયો ત્યારે તેને પેટીમાં રાખવાની એક દિવસની જરૂર હતી પરંતુ આયુષ્માન કાર્ડ હેઠળ યોજનાના તમામ પૈસા ડોક્ટરને લેવા માટે તેને આઠ દિવસ ફરજિયાત રાખી હતી અને રજા આપી ન હતી અને અમારી પાસે સહીઓ કરાવી હતી આથી સરકારના પૈસા લેવા માટે થરાદના ડોક્ટરો માનવતાની ઘણી હદો વટાવતા હોય છે.....