सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈની ઉપસ્થિતિમાં સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત

સ્વચ્છતાને સૈદ્ધાંતિક બાબત સુધી સીમિત ન રાખતા સ્વંય સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો પહોંચાડતા પદાધિકારીઓ અને અધિકારીઓ

યેશા શાહ
  • Nov 20 2024 4:46PM
ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને નડિયાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રામેશ્વર સરોવર નડિયાદ ખાતે થી  "સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ" થીમ સાથે  સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ દ્વારા શહેરના વિવિધ સ્થળો પર સફાઈ કાર્યો કરીને નગરજનોને સ્વચ્છતાના આગ્રહી બનવાનો પ્રેરણાદાયી સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, શહેર અગ્રણીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સફાઈ કામદારો, શાળાના બાળકો સહિત પ્રબુદ્ધ નાગરિકોએ સાથે મળીને જુના ડુંમરાલ રોડ, બાર આંબલી કેનાલ પાસે અને ઇન્દિરા નગર વોર્ડ નંબર ૧૨ ખાતે સફાઈ પ્રવૃત્તિઓ કરી પ્લાસ્ટિક કચરો, જાડી ઝાંખરા અને અન્ય ઘન પ્રવાહી કચરાનો નિકાલ  કર્યો હતો.

આ પ્રસંગે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વર્તમાન પત્રોના માધ્યમથી નગરપાલિકા અને શહેરજનોની સ્વચ્છતા બાબતેની ફરજો વિશે લોકજાગૃતિ લાવવા માટે જણાવ્યું હતું. વધુમાં તેમણે કચરાના યોગ્ય નિકાલ માટે ડોર ટુ ડોર કચરા કલેક્શનની પ્રક્રિયાને વેગવંતી બનાવવા અનુરોધ કર્યો હતો. સ્વચ્છતા જાળવણીના કાર્યને ધર્મતુલ્ય સમજી આ પ્રવૃત્તિમાં અગ્રેસર જોડાવા ધારાસભ્યએ નગરજનોને અપીલ કરી હતી. ઉપરાંત જિલ્લા કલેકટરએ સમગ્ર સફાઈ અભિયાન દરમિયાન દરરોજ પ્લાન મુજબ સફાઈની કામગીરી કરવા અને રોડ રસ્તા ઉપરના ગેરકાયદેસર દબાણો સત્વરે દૂર કરવા જણાવ્યું હતું. 

આ પ્રસંગે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, જિલ્લા કલેકટર અમીત પ્રકાશ યાદવ, નડિયાદ પ્રાંત અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર, વહીવટી તંત્ર અને નગરપાલિકાના કર્મચારીઓ, સફાઈ કામદારો, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, નગરજનો, પ્રબુદ્ધ નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ સફાઈ કાર્યક્રમમાં જોડાયા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार