વિશેષ નાણાંકીય ભંડોળ થકી આંકાક્ષી જિલ્લામાં અનેકવિધ વિકાસ કામો અને નિર્ધારિત લક્ષ્યોની પ્રગતિની સમીક્ષા અર્થે નર્મદા જિલ્લામાં પધાર્યા મનોજ મુત્તથીલ અય્યપ્પન
ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાંકીય સેવા વિભાગના સંયુક્ત સચિવ શ્રી મનોજ મુત્તથીલ અય્યપ્પન આજરોજ આકાંક્ષી નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા.
ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાંકીય સેવા વિભાગના સંયુક્ત સચિવ શ્રી મનોજ મુત્તથીલ અય્યપ્પન આજરોજ આકાંક્ષી નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર એસ. કે. મોદી દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. જ્યાં તેઓ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અનેકવિધ અમલી બેંકેબલ યોજનાઓ, બેન્ક લોન, સબસિડિઓના માધ્યમથી ભારત સરકાર દ્વારા ફાળવેલ નાણાંકીય ભંડોળના ઉપયોગથી નર્મદા જિલ્લાના આદિવાસી સમુદાયના જીવનધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવવાના ઉમદા આશય સાથે બેંક ઓફ બરોડાના લીડ બેન્ક મેનેજર સંજય સિન્હા, વિવિધ બેન્ક સાથે સંકળાયેલા મેનેજરો તથા ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓને યોજનાકીય અમલીકરણની સમજણ પુરી પાડી હતી.
આ પ્રસંગે સંયુક્ત સચિવશ્રીએ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન-ધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજનાની માહિતી તમામ બેન્કોના માધ્યમથી લોકોને મળી રહે, સરકારની આવી આત્મનિર્ભર પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકો સુધી વધુમાં વધુ કેવી રીતે પહોંચે અને બેન્ક ઓફ બરોડા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની અન્ય બેન્કો લોકો માટે કેવું પ્રદર્શન કરી રહી છે તેમજ આધાર ફિડિંગ KYC અંગે તેઓશ્રીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી અને બેંકના કર્મચારીને યોજના લોકભોગ્ય બને તે દિશામાં કામ કરવાની અપિલ કરી હતી.
જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ પણ બેન્કર્સના લોકોને નાના-મોટા ગૃહ ઉદ્યોગોને આગળ વધારવા માટે આઈડેન્ટિફિકેશન, નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન સહિત બેન્કની લોકલ બ્રાંચની મદદથી વિવિધ યોજનાની અસરકારક આઈઈસી એક્ટિવિટીના માધ્યમથી લોકોને પીએમ સૂર્ય ઘર યોજના સહિતની અનેકવિધ યોજનાઓનો લાભ ઉપલબ્ધ કરાવવા માટે રચનાત્મક સૂચનો કર્યા હતા.
નર્મદા જિલ્લામાં વિશેષ નાણાંકીય ભંડોળ થકી અનેકવિધ વિકાસ કામો અને નિર્ધારિત લક્ષ્યોની પ્રગતિની આકડાકીય રૂપરેખા સાથે સમીક્ષા કરી હતી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, લીડ બેન્ક મેનેજર સંજય સિન્હા સહિત બેન્કોના ઉચ્ચ અધિકારીઓ વિવિધ બેંક મેનેજરઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प