सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વિશ્વ પ્રવાસન દિવસના અવસરે જાણો ગુજરાતના ક્યા ગામને મળ્યો સર્વ શ્રેષ્ઠ ગ્રામીણ પુરસ્કાર એવોર્ડ

કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ શ્રેણીમાં આ સન્માન આપવામાં આવે છે.

Jashu Bhai Solanki
  • Sep 28 2024 3:33PM
એવું કહેવાય છે કે ભારતની આત્મા તેના ગામડાઓમાં વસે છે, તેથી જ ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે 27 સપ્ટેમ્બર, 2024ના રોજ વિશ્વ પ્રવાસન દિવસના અવસરે 'બેસ્ટ રૂરલ ટુરિઝમ કોમ્પિટિશન 2024'માં 36 ગામને સમ્માનિત કર્યા છે. જેમાં હેરિટેજ કેટેગરીમાં ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામને 'બેસ્ટ રૂરલ ટુરિઝમ કોમ્પિટિશન 2024'નો એવોર્ડ એનાયત કર્યો છે. 

ક્યા આવેલું છે હાફેશ્વર?
હાફેશ્વર એ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું એક એવું સ્થળ છે જ્યાંથી માઁ નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે. સતપૂડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓની વચ્ચેથી પસાર થતી નર્મદા નદીની ધારા થકી હાફેશ્વરને જાણે પ્રકૃતિએ ચારેકોર સૌંદર્યથી મઢી દીધું છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા આ ગામમાં હાફેશ્વર મહાદેવનું મંદિર અનેક શ્રદ્ધાળુઓનું આસ્થાકેન્દ્ર છે.

10 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ વિકસાવવામાં આવી રહ્યું છે. 

ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે આજે ફરી એક વાર છોટાઉદેપુર જિલ્લાના નાના હાફેશ્વર ગામે 'કુછ દિન તો ગુજારે ગુજરાત મે'નો મંત્ર સાકાર કર્યો છે. તાજેતરમાં ગુજરાત પ્રવાસ નિગમ દ્વારા 10 કરોડના બજેય સાથે હાફેશ્વરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું કામ ચાલી રહ્યુ છે. આ પ્રોજેક્ટ હેઠળ વોટર જેટી, નર્મદા ધાટ, વોક વે જેવી સુવિધઆનું નિર્માણ કરવામાં આવનાર છે. 

બેસ્ટ રૂરલ ટુરિઝમની પસંદગી માટેના માપદંડ

સામાજિક અને માળખાકીય વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા બેસ્ટ રૂરલ ટુરિઝમ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. જેમાં અમુક માપદંડ અનુસરવામાં આવે છે, જેમકે...

- ગામની વસ્તી 25,000 કરતાં ઓછી હોવી જોઈએ

- જે પ્રસિદ્ધ સ્થળ, પ્રવાસન સ્થળ અથવા લેન્ડસ્કેપધરાવતું હોય અને જ્યાં કૃષિ, હસ્તકલા, ખોરાક વગેરે સહિતની પરંપરાગત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય

- સ્પર્ધાનું મૂલ્યાંકન સાંસ્કૃતિક-કુદરતી સંસાધનો, આર્થિક-સામાજિક સ્થિરતા, પર્યાવરણીય સ્થિરતા, આરોગ્ય, સલામતી-સુરક્ષા, સાંસ્કૃતિક સંસાધનોનો પ્રચાર અને પ્રસાર, પ્રવાસન વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી જેવી બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार