सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સુરતમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાલ રેલવે કર્મચારીએ જ કર્યો હોવાનો ખુલાસો, જાણો કેવી રીતે પોલીસને મળી કડી

રેલવે ટ્રેક પર ફીશ પ્લેટ ખોલીને ટ્રેક પર મુકી દેવામાં આવી હતી

Jashubhai solanki
  • Sep 24 2024 12:41PM

સુરત જિલ્લામાં કીમ પાસે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,  ફીશ પ્લેટ ખોલીને રેલવે ટ્રેક પર મુકી દેવામાં આવી હતી. તેમજ 71 જેટલા પેડલોક ખોલીને ટ્રેન ઉથલાવવાનું કાવતરું કરવામાં આવ્યું હતું. આ બનાવમાં ચોકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓ અન્ય કોઈ નહી પરંતુ 3 કર્મચારીઓ જ નીકળ્યા છે.

પોલીસ તપાસમાં જે કારણ આવ્યું તે પણ ખુબ ચોકાવનારું છે. ત્રણેય આરોપીઓની કડક પુછપરછ કરતા ભાંગી પડ્યા હતા અને  આરોપીઓએ પ્રસિદ્ધિ અને ઇનામ મેળવવા તેમજ નાઈટ ડ્યુટી ચાલુ રહે તો બીજા દિવસે ઓફ મળે તે માટે આ કૃત્ય કર્યું હોવાનું કબુલ્યું હતું.  જેમા બે કર્મચારી બિહારના અને એક યુપીનો રહેવાસી છે, પોલીસે ત્રણેય આરોપીઓની હાલ ધરપકડ કરી છે, તેમજ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

કલીપો ખોલીને ટ્રેન ઉથલાવવાનું કાવતરું કરવામાં આવ્યું

ટ્રેન ઉથલાવવાનાના પ્રયાસની આ ઘટનામાં પોલીસે સુભાષકુમાર ક્રિષદેવ પોદાર [ઉ.39] મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી [ઉ.28] અને શુભમ જયપ્રકાશ જયસ્વાલ [ઉ.26] ની ધરપકડ કરી છે. કીમ પોલીસ મથકની હદમાં રેલ્વે ટ્રેક પર ફીશ પ્લેટ ખોલીને ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી, આ ઉપરાંત 71 જેટલા ઈ.આર.સી. કલીપો ખોલીને ટ્રેન ઉથલાવવાનું કાવતરું કરવામાં આવ્યું હતું.

આ ચકચારી ઘટનાને લઈને સુરત ગ્રામ્ય, રેલ્વે સહિતના અધિકારીઓ તપાસમાં જોડાઈ ગયા હતા એટલું જ નહી બનાવની ગંભીરતા જોઈ NIA અને ATS ની ટીમ પણ ઘટના સ્થળે પહોચીને તપાસ કરી હતી. આ કૃત્ય કોણે કર્યું તે અંગેની તપાસ માટે બીજા દિવસે પણ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો અને આખરે પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

આવનારા દિવસોમાં આરોપીના રિમાન્ડ મેળવીને રીકન્ટ્રકશન કરવામાં આવશે 4 કિલોમીટરના રૂટ પર આ 3 જણા છે તો જે રીતે કીમથી કોસંબા જવું, કોસંબાથી કીમ તરફ જવું એમ આવા 4 સર્કલ થાય છે. આખું રિકન્સ્ટ્રકશન કર્યા પછી જ ખબર પડશે. આરોપીઓના મોબાઈલ પણ ફોરેન્સિકમાં મોકલવામાં આવી રહ્યા છે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार