सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ ખેડા જિલ્લા સો મિલ ઓનર્સ એસોસિએશન દ્વારા નડિયાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

સતત 25 વર્ષથી સો મિલ એસોસિયશન અને ફોરેસ્ટ વિભાગ દ્વારા વિનામૂલ્યે વૃક્ષારોપણ અને રોપા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે

યેશા શાહ
  • Jul 10 2024 6:25PM
નડિયાદ ખેડા જિલ્લા સો મિલ ઓનર્સ એસોસિએશન દ્વારા સામાજિક વનીકરણ રેન્જ નડિયાદના સહયોગથી ઉમા મંગલ ભવન, મંજીપૂરા ચોકડી પાસે નડિયાદ ખાતે 25મો વૃક્ષારોપણ કાર્યક્રમ તથા વિના મૂલ્યે રોપ વિતરણ કાર્યક્રમ પ્રસંગે વૃક્ષારોપણ કરી રોપા વિતરણ રથનું પ્રસ્થાન ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મહુધા ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

સતત 25 વર્ષ થી સો મિલ એસોસિયશન અને ફોરેસ્ટ વિભાગ દ્વારા વિનામૂલ્યે વૃક્ષારોપણ અને રોપા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે.આ કાર્યક્રમ દ્વારા અત્યાર સુધી 72 લાખથી વધુ રોપા વિતરણ કરવામાં આવેલ છે.  આ વર્ષે પણ 3 થી 4 લાખ જેટલા રોપાનું વિતરણ કરવામાં આવનાર છે 
 
નડિયાદ માં જુદા જુદા 5 કેન્દ્રો પર લીમડો, દેશી બાવળ, પેલ્ટ્રો, અરડૂસી, નીલગીરી, ગોરસ, ખાતે આંબલી, વડ, પીપળ જેવા રોપાનું વિતરણ કરવામાં આવે છે. તથા 1000 થી વધુ રોપા લઈ જનાર ખેડૂત મિત્રોને ફોરેસ્ટ વિભાગ દ્વારા રોપા પહોચાડવામાં આવે છે અને તેનો રેકોર્ડ રાખી સર્વે પણ કરવામાં આવે છે આ રોપેલ વૃક્ષો માંથી 80 થી 85% જેટલા વૃક્ષો ઉછેર પામે છે.

કાર્યક્રમ ખાતે કલેકટર,  સો મીલ એસોસિયશનના પ્રમુખ, DCF અભિષેક સામરીય, ગુજરાત ટીમ્બર મરચંટ ફેડરેશનના પ્રમુખ, અગ્રણી, એસોસિયેશન ના સભ્યો, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार