सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Bhavnagar: છેલ્લા 24 કલાકમાં ભાવનગર જિલ્લામાં ત્રણ હત્યાથી ડરનો માહોલ, ફટાકડા ફોડવાની ના પડવા જેવી સામાન્ય બાબતે ડોક્ટરની હત્યા

દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાની ના પાડતા ભાવનગરમાં બે હત્યા કરાઇ

Jashu Bhai Solanki
  • Nov 1 2024 2:02PM

ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ હત્યા થતાં ચકચાર મચી ગયો હતો. દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાની ના પાટતા બાલ યોગીનગરમાં ડોક્ટરની અને ઘોઘામાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જ્યારે ગજ્જર ચોકમાં પ્રેમ પ્રકરણમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી.

જાણકારી મુજબ ભાવનગરમાં બાલ યોગી નગરમાં સામાન્ય બાબતે ડોક્ટરની હત્યા કરવામાં આવી છે. ફટાકડા ફોડવાની ની પાડતા ડોક્ટર પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. પિતાને બચાવવા જતા પુત્ર ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ડોક્ટર શિવરાજભાઇ લાખાણીનું મોત થયું છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. તેમજ આગળની તપાસ હાથ ધરી હતી. ભાવનગર શહેરના ગજ્જર ચોકમાં દિવાળી પુર્વે યુવકની હત્યા કરવામાં આવી હતી. ફરદીન ચુરેચી નામના યુવકની મોડી રાત્રે તીક્ષ્ણ હથીયરના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. યુવક ફટાકડા ફોડી રહ્યો હતો તે સમયે બોલચાલ થઇ હતી અને બનાવ હત્યામાં પલટાયો હતો.  જો કે પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થઇ હોઇ તેવુ પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.

તો ભાવનગરના ઘોઘા તાલુકામાં પણ હત્યાની ઘટના બની હતી. હાથબ ગામે 45 વર્ષીય બુધાભાઈ બારૈયા નામના વ્યક્તિ ઉપર ફટાકડા ફોડવાની ના પાડતા ચારથી પાંચ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બુધાભાઈ બારૈયાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

ભાવનગર શહેરની સરકારી હોસ્પિટલમાં વધુ એક શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડની પાછળની સાઈડમાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જયંતીભાઈ ચુડાસમા નામના હાથબ ગામના વ્યક્તિની આ લાશ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટના અંગે પોલીસ કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार