सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નવસારી દુધિયા તળાવ સ્થિત રામજી મંદિરમાં ભક્તો માટે 35 હજારથી વધુ લાડુ બનાવાયા

રામનવમીએ મહાપ્રસાદીને લઈને સતત 3 દિવસથી લાડુ બનાવવાની કામગીરી ચાલી રહી છે

સુદર્શન ટીમ
  • Apr 5 2025 11:46AM
નવસારી દૂધિયા તળાવ સ્થિત રામજી મંદિર ખૂબ જ પ્રચલિત મંદિર છે. આ મંદિરને બાવાની ટેકરી કે રામજી ટેકરીના નામે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ રામનવમી પર્વને લઈને ભવ્ય ઉજવણી રામજી મંદિરમાં કરવામાં આવનાર છે. જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 

નવસારીમાં દુધિયા તળાવ રામજી મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ નવમીની ઉજવણી કરવામાં આવનાર છે. રામનવમીના દિને સવારે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ રામ જન્મની પણ ઉજવણી કરવામાં આવશે. તો સાંજે નવસારીજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપ્રસાદમાં આશરે 35 હજારથી વધુ લોકો પ્રસાદ ગ્રહણ કરશે તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે. જેને લઈને 35 હજારથી વધુ લાડુ બનાવવાઈ રહ્યા છે. રામનવમી પર્વના ત્રણ દિવસ અગાઉથી લાડુ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે અને દરરોજ સરેરાશ 10 થી 12 હજાર લાડુ બનાવાય છે. આ લાડુ બનાવવામાં પણ અસલ પદ્ધતિનો એટલે કે હાથથી મુઠીયા બનાવી તે બાદ લાડુ બનાવાય છે, કોઈ મશીનની મદદ લેવામાં આવતી નથી. મહાપ્રસાદમાં લાડવાની સાથે બે પ્રકારના શાક, દાળભાત, ભજીયા પણ પીરસવામાં આવે છે. તો ભક્તોને કોઇપણ પ્રકારની અગવડતા ન થાય તે માટે 14 લાઇન બનાવવામાં આવી છે. જેથી કરીને ભક્તો વ્યવસ્થિત પ્રસાદ લઈને ગ્રહણ કરી શકે. રામજી મંદિર ટ્રસ્ટના સ્વયંસેવકોની સાથે પાટીદાર સમાજની બહેનો તથા અન્ય સામાજિક સંસ્થાના સ્વયંસેવકો ખડેપગે મહાપ્રસાદી દરમિયાન સેવા બજાવશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार