ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લીનડિયાદને Best NPA Managment Award" એનાયત
NPAની થયેલ વિશિષ્ટ કામગીરી બદલ બેંકના તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો
FCBA ( Frontiers In Cooperative Banking Awards) દ્વારા ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડિયાદને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં બેંકના NPA માં નોંધપાત્ર ઘટાડો કરવા બદલ સમગ્ર દેશની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની કેટેગરીમાં "Best NPA Managment Award" લખનૌ (ઉત્તરપ્રદેશ) ખાતે એનાયત કરવામાં આવ્યો.
આ એવોર્ડ બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર તથા બેંકના સંચાલક મંડળ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. આ એવોર્ડ બદલ બેંકના ચેરમેન તેજસ પટેલ, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર તથા સંચાલક મંડળ દ્વારા NPAની થયેલ વિશિષ્ટ કામગીરી બદલ બેંકના તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प