सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપર અક્ષરવાડી ખાતે ભાવનગર જિલ્લાના મઘ્યમામિક શિક્ષકોનુ થયુ અધિવેશન

નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ થી લાગુ થઈ ચૂકી છે અને તેને પાંચ ચરણોમાં વિભાજિત કરી સરકાર મક્કમતા પૂર્વક આગળ વધી રહી છે , નવી શિક્ષણ નીતિમાં સ્કીલ બેઝડ ભણતર ઉપર ભાર મૂકવામાં આવેલ છે

સિદ્ધાર્થ ગોઘારી
  • Jul 29 2024 1:10PM


ભાવનગર જિલ્લા મઘ્યમામિક શિક્ષક સંઘ , જિલ્લા શિક્ષાધિકારી કચેરી અને BAPS સંસ્થાના સયુંક્ત ઉપક્રમે અક્ષરવાડી ખાતે  નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપર અધવેશન યોજવામાં આવ્યું હતુ , જેમાં ભાવનગર જિલ્લાના ૬૦૦ જેટલા માધ્યમિક શિક્ષકો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું .

અધિવેશન નો મુખ્ય ઉદ્દેશ્ય આવનાર દિવસોમાં શિક્ષણમાં થનાર મોટા પાયે  ફેરફારોથી શિક્ષકો ને અવગત કરવાનો હતો .
કાર્યક્રમ ની શરૂઆત BAPS સંસ્થા ના સંત પૂ. યોગવિજય સ્વામી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી . ત્યાર બાદ "શિક્ષક સજજતા" વિષય ઉપર BAPS સંસ્થા સાળંગપુરના પૂ. આત્મતૃપ્ત સ્વામી દ્વારા વતકવ્ય આપ્યું હતુ . પૂ. આત્મતૃપ્ત સ્વામી સંત તાલીમ કેન્દ્ર સાળંગપુરના પ્રધ્યાપક છે , સંસ્કૃતમાં MA ની ડીગ્રી તથા સરદાર પટેલ યુનિ.માં શોધ નિબંધ પ્રસ્તુત કરી Ph D ની પદવી પ્રાપ્ત કરી છે તેમજ અન્ય યુનિવર્સિટીઓ સાથે જોડાયેલ છે ."શિક્ષક સજજતા" ના વિષય બાદ ડો. જયેન્દ્રસિંહ જાદવ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપર વકતવ્ય આપ્યું હતુ . ડો જાદવને  ગુજરાત સરકારે તેમની નિયુક્તિ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અને ગુજરાત રાજ્યના ભાષા નિયામક તરીકે કરી છે . કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયની NIOS (National Institute of Open Schooling) માં મુખ્ય સમિતિમાં સદસ્ય છે અને ગુજરાત રાજ્ય સિવાય તેઓ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સરકારે તેમની નિયુક્તિ રાજ્ય સ્તરની સમિતિમાં આમંત્રિત સદસ્ય તરીકે કરી છે .
ડો જાદવે નવી નીતિ ઉપર જણાવતાં કહ્યુ હવે પછી ના દિવસો સ્કીલ ડેવલપમેન્ટ માટેના આવી રહ્યા છે , ડીગ્રી માત્ર એક કાગળ બની રહશે જો વિદ્યાર્થીમાં કુશળતા હશે તો તે ખુબ આગળ વધશે જેના માટે શિક્ષકોએ પણ પોતાનામાં બદલાવ લાવવા પડશે .
 યુટ્યુબ ના માધ્યમ થી વિદ્યાર્થી પુસ્તકિય જ્ઞાન તો મેળવી લેશે પરંતુ તે જ્ઞાન તેને સદાય યાદ રહે તે માટે અલગથી પ્રયત્નો શિક્ષકોએ કરવાના રહેશે . વધુમાં જણાવતાં ડો જાદવે કહ્યુ નવી શિક્ષણ નીતિમાં ગીતાજી ના પાઠ છે , નચિકેતા નો સંવાદ છે , વૈદિક ગણિત છે તેમજ આ નીતિ ને અમલીકરણ માટે ભણાવવાની જૂની પદ્ધતિ શિક્ષકોએ ભૂલવી પડશે જેમાં ટીચર બોલે અને વિદ્યાર્થી સાંભળે , જ્યારે નવી નીતિ માં વિદ્યાર્થીઓને પોતાના વિચારો રજૂ કરવામાં માટે શિક્ષકે પ્રોત્સાહન આપવાનું રહેશે , તેનામાં રહેલ નવી ઊર્જા અને વિચારો ને માન આપવાનું રહેશે .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार