सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહાકુંભમાં મુસ્લિમોના પ્રવેશ પ્રતિબંધ પર શુ બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ.. જાણો અહીં સંપુર્ણ માહિતી

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે જ્યારે મુસ્લિમોના તીર્થસ્થળ પર હિન્દુઓને પ્રતિબંધ છે તો હિન્દુ તીર્થસ્થળ પર મુસ્લિમો શુ કામ?

Jashu Bhai Solanki
  • Nov 10 2024 10:06AM

પ્રયાગરાજના સંગમ પર મહાકુંભ માટે મંચ તૈયાર છે. હિન્જુ ધર્મનો સૌથી મોટો સમાગન જાન્યુઆરીમાં થવાનો છે. આ પવિત્ર સમાગમમાં મુસ્લિમોના પ્રવેશને લઇને વિવાદ ચાલી રહ્યો છે. એક સમુહની દલીલ છે કે મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવો જોઇએ, જ્યારે બીજા સમુહનું કહેવું છે કે મુસ્લિમોને પ્રવેશ આપવો જોઇએ.

આ મામલા પર જ્યોતિષપીઠના શંકરાચાર્યએ કહ્યું કે મુસ્લિમોનું સૌથી મોટું તિર્થ સ્થળ મક્કા શરિફ જ્યા 40 કિમી પહેલા બિન મુસ્લિમને પ્રવેશ પર પ્રતિબંધ છે. એટલે કુંભમાં મુસ્લિમોનું કોઇ કાર્ય નથી અને એવું પણ છે કે મુસ્લિમોની કોઇ માંગણી પણ નથી.

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદએ મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રીની પ્રશંસા કરતા કહ્યું કે, છેલ્લા 78 વર્ષોમાં જે કાર્ય રાજકીય નેતાઓએ ન કર્યું તે વર્તમાન મુખ્યમંત્રીએ કર્યું છે. તેમનું માનવું છે કે તેમના કાર્યકાળમાં રાજ્યમાં યોગ્ય અને દ્રઢ શાસન પ્રદાન કરવામાં આવ્યું છે, અને તેઓ ઇચ્છે છે કે આ સરકાર આગળ વધુ સમય સુધી ચાલે.

આ નિવેદન એ સંકેત આપે છે કે શંકરાચાર્ય નરેન્દ્ર મોદી-પ્રતિષ્ઠિત ભાજપના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્રમાં થયેલા વિકાસ અને વ્યવસ્થાપન માટે પ્રશંસા કરી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં સમર્થન મળ્યું છે. 
ગાયની હત્યાના મુદ્દે તેમણે કહ્યું કે અમને કાશ્મીરના મુસ્લિમોએ કહ્યું કે ગૌહત્યા પર મહારાજજી કડક કાયદો બનાવશે. ગૌ હત્યા પર પ્રતિબંધ માટે મુસ્લિમોને ક્રિશ્વિયનોનું પણ સમર્થન મળ્યું છે. જો યોગી સરકાર ગૌ માતાને રાજ્યમાતાનો દરજ્જો આપે તો બધું તેમના નામે કરી દઇશુ. મઠ પણ તેમના નામે કરી દઇશું, ખૂબ ખુશી થશે. દિલ ખોલીને આશીર્વાદ આપીશું.

બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર શુ બોલ્યા સ્વામી..
શકરાચાર્યએ કહ્યું બાંગ્લાદેશમાં હિન્દુઓની વાસ્તવિક પરિસ્થિતિને જાણવા માટે અહીથી એક પ્રતિનિધી મંડળ જલ્દી જ બાંગ્લાદેશ જાશે. તેમજ ત્યાના હિન્દુઓની સ્થિતિ જાણશે અને શક્ય તેટલી મદદ કરશે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार