सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કૃષિ મહાવિદ્યાલય સદાંકૃયુ થરાદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ દ્વારા સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરાઈ

બીજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સ્વચ્છતા હી સેવા થકી સ્વચ્છતા માટેના સ્વેચ્છિક અને સામૂહિક પ્રયાસોને મજબૂત કરવા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે

અરવિંદ પુરોહિત
  • Oct 2 2024 2:47PM

બીજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે મહાત્મા ગાંધીને  શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સ્વચ્છતા હી સેવા થકી  સ્વચ્છતા માટેના સ્વેચ્છિક અને સામૂહિક પ્રયાસોને મજબૂત કરવા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગતરોજ કૃષિ મહાવિદ્યાલય થરાદના એનએસએસ યુનિટના ૧૧૦ સ્વયંસેવકો દ્વારા ઢીમા ગામની ગ્રામ પંચાયત, બસ સ્ટેન્ડ, ધરણીધર ભગવાન મંદિરની જગ્યા અને ગામની જાહેર જગ્યાએ સફાઈ કામગીરી કરી ઢીમા ગ્રામજનોને રેલી અને સુત્રોચાર દ્વારા જીવનમાં સ્વચ્છતાની અગત્યતા અને તેનાથી આપણું ગામ ગોકુળિયું ગામ કેવી રીતે બને તે અંતર્ગત સ્વભાવ, સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા અંગે પ્રોગ્રામ કોઓર્ડીનેટર પ્રો. એમ.પી. ચૌધરી દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતું અને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. વધુમાં આ સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાયેલ ગ્રામજનોને પ્રસંગોચિત માર્ગદર્શન ડૉ. વી.કે. પટેલ દ્વારા આપવામાં આવેલ અને આ સફાઈ અભિયાનનો કાર્યક્રમ સફળતાપૂર્વક ઉજવાય તે માટે કૃષિ મહાવિદ્યાલય થરાદના આચાર્ય ડૉ. આર.એલ. મીના અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા પ્રો. પી.બી. સિંહના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार