ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ
હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે. : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
તાપી જિલ્લાના ઉકાઈના પાથરડા ગામે આવેલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ હતી. ધરતી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત આ બેઠકમાં સોનગઢ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.
રાજ્યપાલનું ઉકાઇ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક આગેવાનો દ્વારા તાપી જિલ્લાના પ્રસિદ્ધ એવા વારલી પેઇન્ટિંગ અને મિલેટ બાસ્કેટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક કૃષિના અનુસંધાને યોજાયેલી આ બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે સવિસ્તાર માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોની આવક વધે તેઓનું જીવન સ્તર ઊંચું આવે તેઓ સમાજની મુખ્યધારામાં જોડાઇ તે માટે ગુજરાત સરકાર અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમો આપવામાં આવી રહી છે. આવનારો યુગ પ્રાકૃતિક ખેતીનો આવશે એમ રાજ્યપાલએ ઉમેર્યું હતું.
રાસાયણિક ખેતીથી જમીન પથ્થર જેવી કડક થઈ જાય છે અને બિનઉપજાઉ બની રહી છે, પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતોનો ખર્ચ ઘટશે. અને સાથે ઉત્પાદન પણ વધશે એ બાબતે વિગતવાર જણાવી રાજ્યપાલએ સૌને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા ટકોર કરી હતી.
આ સમારંભમાં જિલ્લા કલેકટર ડૉ. વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી વી.એન શાહ, સંસ્થાના આયોજકઓ પી.પી સ્વામી-ડાંગ, પી. સી સ્વામી-નવસારી, જયેશભાઈ પટેલ, ડો. સી.કે ટીંબડીયા, યોગેશ ગામીત, તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ, સમગ્ર જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प