सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભાવનગર જિલ્લામાં જય જનની શાળા એક લાખ વૃક્ષોનું વાવેતર કરી રચશે ઇતિહાસ!

ભાવનગર જિલ્લાના બપાડા ગામની જય જનની વિદ્યા સંકુલના બાળકો દ્વારા જાતે સિડ્સ બોલ બનાવ્યા છે અને ૧ લાખ વૃક્ષોનું વાવેતર કરી ઇતિહાસ રચશે.

સિદ્ધાર્થ ગોઘારી
  • Jul 10 2024 12:29PM
ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણના લીધે વરસાદ અને ઋતુચક્રમાં અનિયમિતતા જોવા મળે છે જેના લીધે જયજનની વિદ્યા સંકુલના બાળકોએ પોતાની જાતે જ આખા વર્ષ દરમિયાન એક લાખ વૃક્ષનું વાવેતર કરી પર્યાવરણનું જતન કરશે.

જેમાં બાળકો પોતે જ સિડ્સ બોલ બનાવ્યા જાતે જ બીજ લાવ્યા તેમજ માટી અને એમાં ગોબરને ભેળવી આ બોલ બનાવ્યા હતા. બાળકોએ જાતે જ વૃક્ષારોપણની શરૂઆત પણ કરી દીધી છે . હાલ 25000 વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે .

જાંબુડાના બીજ , લીમડાના બીજ, આંબાના બીજ, વડલાના બીજ, આમળાના બીજનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ આ જ્યાં ઉજ્જડ જગ્યા છે, ડુંગરાળ વિસ્તાર છે ત્યાં તેમનું વાવેતર કરવામાં આવી રહ્યું છે .

સંસ્થા દ્વારા જે આ પ્રોજેક્ટની શરૂઆત થયો છે તેમાં શાળાના ટ્રસ્ટી, સંચાલક , આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફગણ જેહમત  ઉઠાવી રહ્યો છે અને આ પ્રોજેક્ટ વર્ષના અંત પહેલાજ પૂર્ણ કરી દેવામાં આવશે. આ નિર્ણયને તળાજાવાસીઓએ તેમજ વાલીઓ દ્વારા આવકાર્યો હતો .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार