सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

J&K: શ્રીનગરમાં CRPF બંકર પર મોટો ગ્રેનેડ હુમલો, 12 નાગરિકો ઘાયલ

આતંકવાદીઓએ રવિવારના બજારમાં ભીડવાળા ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર પાસે ગ્રેનેડ ફેંક્યો હતો

Jashu Bhai Solanki
  • Nov 3 2024 4:36PM

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે આતંકવાદીઓએ CRPFના બંકર પર ગ્રેનેડથી હુમલો કર્યો, જેમાં 12 લોકો ઘાયલ થયા છે. હુમલા બાદ વિસ્તારમાં ભય ફેલાયો હતો અને લોકો પોતાની દુકાનો છોડીને ભાગવા લાગ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકી હુમલા વધી રહ્યા છે. રવિવારે (3 નવેમ્બર, 2024) શ્રીનગરમાં મોટો ગ્રેનેડ હુમલો થયો હતો. આ હુમલો ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશનની બહાર સીઆરપીએફના બંકર પર કરવામાં આવ્યો હતો.

પ્રારંભિક અહેવાલો અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા 12 નાગરિકો ઘાયલ થયા છે. આતંકવાદીઓએ રવિવારના બજારમાં ભીડવાળા ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર પાસે ગ્રેનેડ ફેંક્યો હતો. વિસ્ફોટના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને દુકાનદારોને સંતાવા માટે અહીં-તહીં ભાગવું પડ્યું હતું.

શ્રીનગરના લાલ ચોકમાં દર રવિવારે સાપ્તાહિક બજાર ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. હુમલામાં ઘાયલોને શ્રી મહારાજા હરિ સિંહ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. તસનીમ શૌકતે જણાવ્યું હતું કે, "ઘાયલોમાં આઠ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. તમામની હાલત સ્થિર છે." હુમલા બાદ કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તપાસ માટે તૈનાત કરવામાં આવ્યું છે. તેમજ હુમલાખોરોને પકડવા માટે પોલીસને ધટનાસ્થળે મોકલી છે.

ખાનયારમાં એન્કાઉન્ટર થયું હતું
ગઈકાલે, અનંતનાગ અને શ્રીનગરના ખાનયારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાનો એક વરિષ્ઠ કમાન્ડર પણ સામેલ હતો, જે કોઈ મોટા ગુનાને અંજામ આપવા માટે આ વિસ્તારમાં એક ઘરમાં છુપાયેલો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार