ચૂકવી દીધેલ પૈસાની ઉઘરાણીના દબાણમાં વેરાખાડી સેવા સહકારી મંડળીના કર્મચારીએ આપઘાત કરતાં ચકચાર
પ્રાપ્ત માહિતી મુજબ વેરાખાડી સેવા સહકારી મંડળીમાં છેલ્લા પંદર વર્ષથી નોકરી કરતા દિલીપસિંહ છત્રસિંહ ટાટોડ ખેતરમાં ઝાડ પર ફાંસો ખાઈ આપઘાત કરેલ હાલતમાં મળતા ચકચાર મછી જવા પામી છે
રાતના અંધારામાં આવું થતા કોઈને ખબર ના પડી પરંતુ સવારે આવતા જતા લોકોની નજર પડતાં પૂરી હકીકત સામે આવી. ઘટનાની જાણ ખંભોળજ પોલીસને થતા તરત જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને મૃતક દિલીપસિંહના શરીરને પોસ્ટ મોર્ટમ માટે સારસા સરકારી હોસ્પિટલ મોકલી દેવાયો. ઘટના સ્થળે મૃતક દ્વારા લખાયેલ એક ચિઠ્ઠી મળી આવી જેમાં લખેલું હતું કે સહકારી મંડળીમાં થી મે રાસાયણિક ખાતર લીધું હતું અને તેના પૈસા પણ ચૂકવી દીધા હતા, પરંતુ મંડળી દ્વારા આ રકમ ચોપડે લીધેલ ન હતી. પૈસા ચૂકવી દેવા છતાં વેરા સેવા સહકારી મંડળીના ચેરમેન તથા સેક્રેટરી મારી પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા. છેલ્લે મારી ઉપર ચેરમેન અને સેક્રેટરી દ્વારા એટલું બધું દબાણ વધી ગયું જેને કારણે હું આત્મહત્યાનું કરી રહ્યો છું.
ખંભોળજ પોલીસનું કહેવું છે કે દિલીપસિંહ ટાટોડના આપઘાતની તપાસ ચાલી રહી છે અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ ચિત્ર સ્પષ્ટ થાય તેમ છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प