सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક નડિયાદ દ્વારા નાણાકીય સાક્ષરતા અભિયાન કેમ્પ યોજાયો

આ કેમ્પમાં બેન્કના અધિકારીઓ અને કર્મચારી તેમજ ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલ હતા

યેશા શાહ
  • Sep 28 2024 3:49PM

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના કુશળ નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિ અભિયાન હેઠળ ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક ,નડિયાદના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલ ના નેતૃત્વ હેઠળ બેન્કમાં તા.૨૭/૦૯/૨૦૨૪ શુક્રવારએ નાબાર્ડ ના ઉપક્રમે પેટલાદ  તાલુકાના ચાંગા ગામમાં નાબર્ડના સહયોગથી નાણાકીય સાક્ષરતા અભિયાન (એફ.એલ.સી કેમ્પ)નું આયોજન બેન્ક દ્વારા કરેલ, જેમાં ચાંગા ગામની મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, નાણાંકીય સાક્ષરતા અભિયાન  (ફાઇનાન્સિયલ લિટરેસી કેમ્પ - FLC ) માં બેન્કની ડિપોઝિટ યોજનાની સમજૂતી ,કેવાયસી અંગેની જાગૃતિ, ડિજિટલ બેન્કિંગ તથા માઈક્રો એટીએમની સમજુતી, બેંકની વિવિધ ધિરાણલક્ષી યોજનાની માહિતી, રિકવરી અંગેની માહિતી, સામાજિક જન જાગૃતિ અંગેની સમજૂતી, સી ટુ સી ( સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર), સેવા મંડળીઓનું કોમ્પુટર રાઇઝેશન, સેવા મંડળી સી એસ સી (કોમન સર્વિસ સેન્ટર) અંતર્ગત મંડળીઓ વિવિધ કામગરી કરી શકશે તેવી માહિતી આપવામાં આવી.

જેમાં બેન્કના ચેરમેન તેજસભાઇ પટેલ, મિહિરભાઈ બારૈયા ચેરમેન ચાંગા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, શ્રીમતી મંજુલાબેન સોલંકી સરપંચશહ ચાંગા ગ્રામ પંચાયત, જયંતિભાઈ પટેલ ટ્રસ્ટી ચારૂસેટ યુનિવર્સિટી, જગદીશભાઈ પટેલ ચેરમેન સર્વોદય ગ્રાહક ભંડાર ચાંગા, અશ્વિનભાઈ પટેલ ચાંગા ગામના સામજિક આગેવાન, જીગરભાઈ પટેલ ચાંગા ગામ ના સામાજીક આગેવાન, મહેન્દ્રસિંહ બારૈયા ક્ષત્રિય સમાજ ના આગેવાન ચાંગા તથા બેન્કના અઘિકારીઓ અને કર્મચારી તેમજ ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार