सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદના શ્રી સંતરામ મંદિરનો ૧૯૪મો સમાધિ મહોત્સવ અંતર્ગત સંત-સપૂત-સાક્ષરની વંદના થશે

આ પ્રસંગે વિશ્વવંદનીય સંત પૂ. મોરારિબાપુ રામકથાનું રસપાન કરાવશે.

યેશા શાહ
  • Jan 23 2025 11:06AM
નડિયાદ સંતરામ મંદિરના ૧૯૪મા સમાધિ ઉત્સવને સંત. સપૂત સાક્ષર વંદના તરીકે ઉજવાશે. જેમાં અષ્ટમ્ મહંત પ.પૂ. નારાયણદાસજી મહારાજની પુણ્ય દ્વિદશાબ્દી ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ અને સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીની ૧૭૦મી જન્મજયંતિ ઉજવાશે. આ પ્રસંગે વિશ્વવંદનીય સંત પૂ. મોરારિબાપુની રામકથા અને નામાંકિત કથાકારોનું સ્નેહમિલન પણ આયોજિત થયેલ છે.

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ શ્રી સંતરામ મંદિરમાં શ્રી સંતરામ મહારાજના 194માં સમાધિ મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ મહોત્સવ પ.પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની નિશ્રામાં અને તેમના આશીર્વાદથી, ૧ ફેબ્રુઆરી થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન થોજાશે.

જેમાં તા. ૧ થી ૯ ફેબ્રુઆરી દરમ્યાન વિશ્વ વંદનીય સંત પ.પૂ. શ્રી મોરારિબાપુની રામકથા યોજાશે. આ કથાનો આરંભ ૧લી ફેબ્રુઆરીએ સાંજે 4 વાગે થશે. ત્યારપછી દરરોજ સવારે 10.00 થી ૧.૦૦ દરમિયાન શ્રી કથા મંડપ, લીમડા ચોક, શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે યોજાશે.

૧લી ફેબ્રુઆરીએ કથા ઉદઘાટનમાં ભારતના નામાંકિત સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. જેમાં શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટ- અયોધ્યાના ખજાનચી પૂ. ગોવિંદગીરીજી મહારાજ, મોરબીથી પૂ. મા કનકેશ્વરી દેવીજી, જામનગર અણદાબાબા આશ્રમના પૂ.શ્રી દેવપ્રસાદજી મહારાજ અને ઉમરેઠ સંતરામ મંદિરના મહંત પ.પૂ. ગણેશદાસજી મહારાજ ઉદબોધનો કરશે. જ્યારે તા. ૯ ફેબ્રુઆરીએ કથા સમાપનમાં અમરકંટકથી વિતરાગ મુનિ પ.પૂ.શ્રી કલ્યાણદાસજી મહારાજ ઉપસ્થિત રહેશે.

આ જ દિવસે એટલે કે ૧લી ફેબ્રુઆરીએ કથા આરંભે નડિયાદ સંતરામ મંદિરના મહંત પ.પૂ.રામદાસજી મહારાજ રચિત 'શ્રી યોગીરાજ માનસ ગ્રંથ'નું લોકાર્પણ થશે. આ મહાગ્રંથ શ્રી સંતરામ મહારાજના જીવન, દર્શન અને તત્ત્વવિચારણાને હિન્દી અને અવધિ ભાષામાં ૧૦૩૪ દુહા-ચોપાઈ અને ૧૧૦૦૦ પંક્તિઓનું મહાકાવ્ય છે. આ ઉપરાંત યુએસએની વર્લ્ડ ટેલેન્ટ ઑર્ગેનાઈઝેશન સંસ્થા તરફથી સંતરામ મંદિરની ૫૪ જેટલી જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ માટે લોકસેવા કેટેગરીમાં વર્લ્ડ અમેઝિંગ પ્લેસનો વૈશ્વિક એવોર્ડ પણ આ પ્રસંગે શ્રી સંતરામ મંદિરને એનાયત કરવામાં આવશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार