सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સાંપ્રતમાં ધર્મ એ યુદ્ધ અટકાવવા માટે જરૂરી, વિજય માટે નહિ - મોરારિબાપુ

મહાભારત તત્ત્વ ચિંતન સાથે કાકીડીમાં રામકથા 'માનસ પિતામહ' શ્રવણ લાભ લેતાં ભાવિકો

મૂકેશ પંડિત
  • Oct 21 2024 5:05PM
મહાભારતનાં તત્ત્વ ચિંતન સાથે મહુવા પાસેનાં કાકીડીમાં ચાલતી રામકથામાં મોરારિબાપુએ કહ્યું કે, સાંપ્રતમાં ધર્મ એ યુદ્ધ અટકાવવા માટે જરૂરી છે, વિજય માટે નહિ.! ભાવિક શ્રોતાઓ રામકથા 'માનસ પિતામહ' શ્રવણ લાભ લઈ રહ્યાં છે.

સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિ સંદર્ભે રામકથા ગાન કરતાં મોરારિબાપુએ ધર્મની આવશ્યક વ્યાખ્યા આપી. સાંપ્રતમાં ધર્મ એ યુદ્ધ અટકાવવા માટે જરૂરી છે, વિજય માટે નહિ.! ધર્મ યુદ્ધ માટે નહિ પણ નિવારણ માટે હોવો જોઈએ. આજે સંઘર્ષને રોકે તેવાં ધર્મની જરૂર છે.

કાકીડી ગામે ' સિંહાસન પર ત્રિભુવન સાંઈ, દેખિ સુરન્હ દુંદુભિ  બજાઈ... ' ચોપાઈ કેન્દ્રમાં રાખી મોરારિબાપુએ આજે ત્રીજા દિવસની કથામાં કુંતા, ગાંધારી, દ્રૌપદી, દમયંતી તથા સાવિત્રી શક્તિ પાત્ર સાથે કર્ણ પ્રસંગોનું વર્ણન કર્યું અને કહ્યું કે, જ્ઞાન એ તેજ માંગે છે, ભક્તિ એ રસ માંગે છે. 

મોરારિબાપુએ કથા વર્ણનમાં જણાવ્યું કે, મહાભારતમાં શોક અને ચિંતા બે મુખ્ય રોગ છે, ભૂતકાળનો શોક અને ભવિષ્યકાળની ચિંતા. જીવનનાં આ બે મોટા રોગ નિવારણમાં શોકની દવા વૈરાગ્ય અને ચિંતાની દવા વિશ્વાસ છે, જ્યારે વર્તમાન કાળની પિડા નિવારણ માટે વિચાર નિર્ણય અનિવાર્ય ગણાવ્યો. 

રામકથાનાં ત્રીજા દિવસે અહીંનાં રામજી મંદિર અને ત્રિભુવનદાદાનાં સ્મરણ રજૂ કરીને વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ તુલસીદાસજી દ્વારા લખાયેલ માનસ મહાત્મ્ય રજૂ કર્યું. 

ભાવિક શ્રોતાઓ આ કથા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. અહીંયા પ્રભુ પ્રસાદ ભોજનનો લાભ ભાવિકો લઈ રહ્યાં છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार