सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક, ગુજરાતમાં થશે 13800 શિક્ષકોની ભરતી, જુઓ અહી અરજી કરવાની તારીખ

ઉમેદવારોએ આધાર પુરાવા સાથે પોતાના જિલ્લામાં અરજી જમા કરાવવાની રહેશે.

Jashu Bhai Solanki
  • Nov 3 2024 11:16AM

ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી માટે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 8  કુલ 13800 શિક્ષકોની ભરતી કરવાની છે. જેના જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ટેટ 1 અને ટેટ 2 પાસ ઉમેદવારો અરજી કરી શકશે.

ભરતીની વિગતો
આ ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ ઉમેદવારોઓ જરુરી આધાર પુરાવાઓ સાથે અરજી પોતાના જિલ્લામાં જમા કરાવવી પડશે. ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 07/11/2024થી 16/11/2024 સુધી ચાલશે. તેમજ જિલ્લા સ્વિકાર કેન્દ્રમાં અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2024 છે.

પગારધોરણ અને લાયકાત 
નવા શિક્ષકો માટે, જેન્ વિદ્યાસહાયક તરીકે પસંદ કરવામાં આવશે. પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર તરીકે ₹26000 મળશે. આ પછી, તેઓ નિયમિત પગાર ધોરણમાં સમાવેશ થશે. નોંધનીય છે કે, આ ભરતીમાં ભાગ લેવા માટે TET 1 અથવા TET 2ની પરીક્ષા પાસ કરેલી હોવી આવશ્યક છે. 2024માં TET પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને હવે આ તક મળવાની રાહ હતી.

પ્રક્રિયા અને મહત્વની તારીખો
તારીખ 29/10/2024ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા મળેલ પત્ર અનુસાર, કુલ જગ્યાઓ આ જાહેરાતમાં દર્શાવવામાં આવી છે. જિલ્લા/નગર શિક્ષણ સમિતિઓના રોસ્ટર આધારિત માંગણાપત્રક મેળવ્યા બાદ, માધ્યમવા, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જગ્યા રજૂ કરવામાં આવશે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार