હરિયાણામાં ભાજપની જીતનું સૌથી મોટુ કારણ નરેન્દ્ર મોદી છે, હરિયાણાની જનતાએ નરેન્દ્ર મોદી પર ફરી એક વાર વિશ્વાસ મુક્યો છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ સ્પષ્ટ થતા જ, સીએમ સૈનીએ પીએમ મોદીને ફોન કર્યો હતો. તેમણે કહ્યું છે કે તમારા નેતૃત્વમાં આટલી મોટી જીત મળી છે. સીએમ સૈનીએ પીએમનો આભાર માન્યો છે.
હરિયાણામાં ચાલી રહેલા ટ્રેંન્ડ અનુસાર ભાજપ ત્રિજી વાર સરકાર બનાવવા જઇ રહી છે. ભાજપ પાર્ટીને 90 સીટ માથી કુલ 27 સીટો પર લીડ છે જ્યારે 23 સીટો જીતી ચુકી છે. સીએમ યોગીએ નાયબ સૈનીને આપી શુભકામના
દોઢ કલાકમાં ટ્રેન્ડ કોંગ્રેસના હાથમાંથી નીકળી ગયો
સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. વલણો આવતાની સાથે જ કોંગ્રેસે આગેવાની લીધી હતી અને થોડા જ સમયમાં એકતરફી જીતના માર્ગે હતી. પાર્ટી 65 સીટોને સ્પર્શી ગઈ હતી. ભાજપ 17 બેઠકો પર સમેટાઈ ગયું.
9:30 ની સાથે જ ભાજપ સ્પર્ધામાં આવી ગયું અને બંને વચ્ચે બે બેઠકોનો તફાવત હતો. સવારે 9:44 વાગ્યે એક સમય એવો આવ્યો જ્યારે બંને પક્ષો 43-43 સીટો પર પહોંચી ગયા. આ પછી બીજેપી 51 સીટો પર પહોંચી ગઈ છે. સવારે 11 વાગ્યા સુધીમાં ભાજપની સીટો 47 થી 51 વચ્ચે રહી છે.