सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેતીને માત્ર વ્યવસાય નહિ, જીવનશૈલી બનાવવાં ભાર મૂકતાં લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવે

સણોસરામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુવર્ણજયંતી પ્રસંગે યોજાયેલ ખેડૂત સંમેલનમાં આગેવાનો નિષ્ણાતો જોડાયાં

મૂકેશ પંડિત
  • Sep 26 2024 6:23PM
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુવર્ણજયંતી પ્રસંગે લોકભારતી સણોસરામાં યોજાયેલ ખેડૂત સંમેલનમાં લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ ભાર મૂકતાં જણાવ્યું કે, ખેતીને માત્ર વ્યવસાય નહિ, જીવનશૈલી બનાવવાં અને સૌને પ્રકૃતિ સાથે જોડાવું પડશે.

દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનાં સ્થાપના સુવર્ણજયંતી વર્ષ ઉજવણી સાથે 'કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ' ચાલી રહેલ છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરામાં યોજાયેલ ખેડૂત સંમેલનમાં આગેવાનો નિષ્ણાતો જોડાયાં અને ખેડૂતોએ મોટી સંખ્યામાં જોડાઈને પ્રદર્શન તથા માર્ગદર્શન લાભ લીધો.

આ પ્રસંગે લોકવૈજ્ઞાનિક અને લોકભારતીનાં વડા અરુણભાઈ દવેએ ખેડૂતોને ભાર મૂકતાં જણાવ્યું કે, ખેતીને માત્ર વ્યવસાય નહિ, જીવનશૈલી બનાવવાં અને સૌને પ્રકૃતિ સાથે જોડાવું પડશે. તેઓએ ખેતી કામ કરી રહેલાં શ્રમિક ભાગીદારોને તાલીમબદ્ધ કરવાં પણ જણાવ્યું. વિવિધ યોજનાઓની સમજ આપવાં માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાર્યરત હોવાનું ઉમેર્યું.

ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાંણીએ આ પ્રસંગે સૌને પોતાની શુભકામના વ્યક્ત કરી.

અહીંયા લોકભારતી વિશ્વવિદ્યાલયના વડા રાજેન્દ્રભાઈ ખિમાણીએ સરકારનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા રખાયેલ લક્ષ્ય ૫૦ વર્ષમાં અધૂરું રહ્યાનું અને હવે સૌએ સાથે રહી જમીન, પાણી,પર્યાવરણ માટે મંડી પડવું જોઈશે. તેમણે કચરો દૂર કરવાનાં બદલે ઓછો પેદા થાય તથા તેને મૂલ્યવર્ધિત કરવાં અનુરોધ કર્યો.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં વડા નિગમભાઈ શુક્લએ સ્વાગત ઉદ્બોધન સાથે આયોજન હેતુ, ભૂમિકા તથા કેન્દ્રની કામગીરીનો ઉલ્લેખ કરી જિલ્લા તંત્ર તથા સંસ્થાઓનાં થતાં આયોજનનો લાભ લેવા ખેડૂતોને જણાવ્યું.

ખેડૂત સંમેલનમાં જિલ્લા ખેતીવાડી અધિકારી અશોકભાઈ પટેલ, નાયબ બાગાયત નિયામક મહેશભાઈ વાઘમશી, નાયબ પશુપાલન નિયામક ભાવેશભાઈ સોલંકી,  નાયબ ખેતી નિયામક સુભાષભાઈ વાઘમશી, નાબાર્ડ જિલ્લા વિકાસ વ્યવસ્થાપક દિપકભાઈ પલાસ, આત્મા યોજના અધિકારી જયેશભાઈ પરમાર, ખેતીવાડી વિભાગ ભાવનગરનાં અધિકારી રિઝવાનભાઈ કાઝી, વીઆરટીઆઈ ભાવનગરનાં વડા નીતિનભાઈ દવે, ખેડૂત અગ્રણી કરણસિંહ ગોહિલ દ્વારા પ્રાસંગિક વક્તવ્યોમાં કૃષિ ક્ષેત્રે નવી સમજ અપનાવવા સાથે યોજનાકીય જાણકારીઓ રજૂ થયેલ. સંગીતવૃંદ દ્વારા પ્રારંભે સુંદર સ્વાગત ગીત રજૂ થયેલ.

સંચાલનમાં શિલાબેન બોરીચા રહ્યા હતા. આભાર વિધિ વિનીતભાઈ સવાણીએ કરી હતી

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार