કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ દ્વારા પોષણ માહની ઉજવણી કરાઈ
મહિલાઓ અને બાળકો સુપોષિત થાય તે હેતુસર માન.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પોષણ માહની શરૂઆત કરવામાં આવી છે, દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે
મહિલાઓ અને બાળકો સુપોષિત થાય તે હેતુસર માન.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પોષણ માહની શરૂઆત કરવામાં આવી છે, દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ દ્વારા લાખણી તાલુકાના પેપળુ ગામે પોષણ માહની ઉજવણી અંતર્ગત એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉ. પ્રીતિબેન દવે, મદદનીશ પ્રાધ્યાપક, આસ્પી કોલેજ ઓફ ન્યુટ્રીશન અને કોમ્યુનિટી સાયન્સ દ્વારા ગ્રામીણ મહિલાઓ અને યુવતીઓને સમતોલ આહાર અને પોષણ ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખાસ કરીને મહિલાઓમાં લોહ તત્વની ઉણપ દૂર કરવા માટે કયા પ્રકારનો આહાર લેવો જોઈએ તે વિશે જણાવ્યું હતું અને તેઓએ જણાવેલ કે લોકોએ આહરમાં પ્રોટીનયુક્ત આહાર નિયમિત લેવો જોઈએ અને કાર્યક્રમમાં મહિલાઓ, યુવતીઓ, ભાઈઓ, આંગણવાડી કાર્યકર્તા મળીને ૪૭ લોકો હાજર રહ્યા હતા તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન પી.બી.સિંહના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. વી.કે. પટેલે કર્યું હતું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प