सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગરૂડેશ્વર તાલુકામાં નિર્માણાધિન ટ્રાઈબલ મ્યુઝિયમ ખાતે હૂમલા બાદ મૃત્યુ પામેલા યુવાનોના પરિવારની મુલાકાત કરી શાંત્વના પાઠવતા મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર

મંત્રીની સાથે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ પણ જોડાયા હતા

શૈશવ રાવ નર્મદા
  • Aug 10 2024 6:31PM
 નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે નિર્માણાધિન ટ્રાઈબલ મ્યુઝિયમ ખાતે ગત તા.૬ ઓગષ્ટ, ૨૦૨૪ની રાત્રે ગરૂડેશ્વરના ગભાણા ગામના બે યુવાનો જયેશભાઈ શનાભાઈ તડવી અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીને ઢોર માર મારવાની ઘટના બની હતી. જેમાં જયેશભાઈ તડવીને ગરૂડેશ્વર સરકારી દવાખાને કરાતા ત્યાં તેનું મૃત્યુ થયું હતું. જ્યારે સંજયભાઈ તડવીને રાજપીપલાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. 


આ બંને મૃતકોના પરિવારજનોને શાંત્વના આપવા
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ગરુડેશ્વર તાલુકાના ગભાણા ગામે પહોંચ્યા હતા. તેઓની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહિત અન્ય આગેવાનોએ પણ મૃતકના પરિવારની મુલાકાત કરી શાંત્વના પાઠવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार