सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નડિયાદ પ્રગતિનગર અને પુનેશ્વર નગરના રહીશો માટે મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

તા. ૩૦/૦૯ સુધી બાકી હપ્તાની પેનલટી માં 100% માફી આપી દસ્તાવેજ કરી આપવાનો કેમ્પ યોજાયો હતો

યેશા શાહ
  • Aug 10 2024 6:07PM

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નડિયાદ પ્રગતિનગર અને પુનેશ્વર નગરના રહીશો માટે મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલિયરન્સ સેલની જૂની યોજનામાં તા.30/09/2024 સુધી બાકી હપ્તાની પેનલટી માં 100% માફી આપી દસ્તાવેજ કરી આપવાનો કેમ્પ યોજાયો હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની રજૂઆત થી ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રગતિનગર અને પુનેશ્વર સોસાયટીના 900 મકાનોના રી ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. રી ડેવલપમેન્ટ માટે 75% રહીશોની મંજૂરીની જરૂર હોય છે જેમાં મોટા ભાગના રહીશોની દસ્તાવેજની અને વારસાઈ ની પ્રક્રિયા બાકી હોઈ આ પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા દર શુક્રવાર કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.

મુખ્યમંત્રીની સૂચના થી પ્રગતિનગર અને પુનેશ્વર નગરના રહીશો માટે વહેલીતકે દસ્તાવેજ અને વારસાઈની પ્રક્રિયા પૂર્ણ કરી 11મી વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં  કાઉન્સિલર બાલાભાઈ,  ગુજરાત હાઉસીંગ બોર્ડના અધિકારીઓ, પ્રગતિનગર પુનેશ્વરના પ્રમુખ રાયમલભાઈ સહિત કમિટીના સભ્યો અને મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार