सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વરસાદ એલર્ટ - આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગ દ્વારા નાગરીકોને સાવચેત અને તંત્રને સલામતીના પગલા લેવાની સલાહ આપી

Jashu Bhai Solanki
  • Sep 28 2024 9:30AM

ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, દાહોદ અને કચ્છમાં વરસાદની શક્યતાઓ છે. 

સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, અરવલ્લી, ખેડા, મહિસાગર, આણંદ, નર્મદા, ભરુચ, સુરત ,તાપી દાદરા નગર હવેલી અને દમણમાં ગાજવીજ સાથે મધ્ય વરસાદની સંભાવના છે. 

હવામન વિભાગ દ્વારા નાગરીકોને સાવચેત રહેવાની અને તંત્રને જરૂરી સલામતીના પગલા લેવાની સલાહ આપી છે, તેમજ આગાહી વાળા વિસ્તારોમાં લોકોએ સતર્ક રહેવું જોઇએ.  

પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેનમા કહેવા અનુસાર રાજ્યમાં 24 થી 30 સપ્ટેમ્બરના વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. આ રાઉન્ડ દરમિયાન, બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમ અને અરબસાગરમાં મુંબઈ અને ગોવા પાસે બનેલી નાની વરસાદી સિસ્ટમ મજબૂત થઈને સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂકી છે.

આ સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ ખંભાતના અખાતમાં સક્રિય છે, જેના કારણે છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ વરસાદની સૌથી વધુ તીવ્રતા મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી છે. છેલ્લા બે દિવસથી ત્યાં સારા એવા વરસાદો પડી રહ્યા છે અને આગામી બે થી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે.

આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી 12 થી 15 કલાકમાં નબળું પડીને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. આ કારણે, આગામી 12 થી 15 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે. આ વિસ્તારોમાં પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરાથી લઈને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, છોટા ઉદયપુર, દાહોદ, ગોધરા, અરવલ્લીના ભાગોનો સમાવેશ થાય છે.

આ સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યા પછી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમને કારણે 700 એચપીએ લેવલે એક હળવું સર્ક્યુલેશન બની ચૂક્યું છે, જેનો ઘેરાવો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે. આ બંને સિસ્ટમોના સહયોગને કારણે આગામી સમયમાં વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार