બનાસકાંઠા થરાદ નવા રામજી મંદિર ખાતે શિવ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણનો ત્રિ દિવસ્ય મહોત્સવ યોજાયો હતો જેમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી
શ્રી રામ સેવા સમિતિ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે
થરાદમાં શિવ મંદિર શિખર પ્રતિષ્ઠા તેમજ ધ્વજારોહણ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે જેમાં આજે રામજી મંદિર થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા જવાહર ચોક મહાવીર બજાર કાજીવાસ જુની ગંજ બજાર લક્ષમી માતાના મંદિર થઈ જૂની નગરપાલિકા કચેરી થી બળીયા હનુમાન ચોકથી શોભાયાત્રા પરત શિવ મંદિરે ફરી હતી
આ શોભાયાત્રમ સાત બગીઓ બે ધોડીઓ લાઈવ ડીજે બેન્ડવાજા નાસિક ઢોલ અખાડા તલવારબાજી સહિતના વિવિધ પ્રકારોના વેસ ભુજાઓ કરવામાં આવી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સંતશ્રી રામ લખનદાસ બાપુ ચારડા
હિતેશભાઈ શાસ્ત્રી. ડી ડી રાજપૂત, પથુંસિંહ રાજપુત, અજયભાઈ ઓઝા વિક્રમસિંહ પીલુડા, બી કે પ્રજાપતિ, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા નું તમામ આયોજન શ્રી રામ સેવા સમિતિ ના પ્રમુખ જગદીશ સિંહ પરમાર સહિતના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યો છે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્એ શિવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમજ શોભાયાત્રા નાં રૂટ ઉપર વિવિધ જગ્યા ઉપર ઠંડા પાણી શરબત છાશ જેવા કેમ્પો કરવામાં આવ્યા હતા જેમાં થરાદ ભાજપ શહેર દ્વારા ઠંડી છાશનો કેમ્પ કરવામાં આવ્યો હતો મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણી અને શરબત કેમ્પ કરવામાં આવ્યો હતો તેમજ મહેશ્વરી સમાજ દ્વારા ઠંડા શરબત કેમ્પ કરવામાં આવ્યો હતો આ શોભાયાત્રા માં મુસ્લિમ સમાજ અને મેમણ સમાજ દ્વારા શોભાયાત્રામાં પુષ્પ ફૂલોથી સ્વાગત કર્યું . આ શોભાયાત્રામાં DYSP એસ એમ.વારોતરીયા.પીઆઈ.આર. આર. રાઠવા પી.એસ.આઇ.સી.પી ચૌધરી પીએસઆઇ મહિલા સહિતના 35 થી વધુ પોલીસ જવાનો દ્વારા શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને શાંતિપૂર્વક શોભાયાત્રા પૂર્ણ થઈ હતી
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प