મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ વાગી ગયો છે. આ શ્રેણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રમાં ભાજપનો ઢંઢેરો જાહેર કર્યો. આ દરમિયાન તેમની સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, રાજ્ય બીજેપી ચીફ ચંદ્રશેખર બાવનકુલે, મુંબઈ બીજેપી ચીફ આશિષ શેલાર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને પાર્ટીના અન્ય નેતાઓ હાજર હતા.
અમિત શાહે કહ્યું મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે.
મુખ્યમંત્રીના ચહેરા અંગે અમિત શાહે કહ્યું કે હાલમાં એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનું નેતૃતેવ કરી રહ્યા છે. તેઓ હાલના મુખ્યમંત્રી છે. ચૂંટણી બાદ ત્રયેણ પક્ષો સાથે બેઠીને નિર્ણય કરશે. શરદ પરવારજી ભલે ગમે તે હોઇ મોકો નહી આપીએ. તેમજ આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે પર પણ નિશાન સાધ્યું હતું.
અમે અમારા સંકલ્પ પર કામ કરીએ છીએ
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે અઘાડીની તમામ સત્તાઓ લોભને ખુશ કરવા વિચારધારાઓનું અપમાન કરવા અને મહારાષ્ટ્રની સંસ્કૃતિ સાથે દગો કરવા માટે છે. ભાજપના સંકલ્પો પથ્થરમાં મુકેલા છે, કેન્દ્ર હોઇ કે રાજ્ય , જ્યારે અમારી સરકાર બને છે ત્યારે અમારે સંકલ્પ પૂરો કરીએ છીએ.