નડિયાદ ખાતે "નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ્સ-ઓઇલ પામ" અંતર્ગત ખેડૂતો માટે તાલીમ યોજાઈ
નડિયાદ તાલુકાના ૭૦ જેટલા ખેડુતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
જિલ્લાની નાયાબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નડિયાદના ચકલાસી ખાતે "નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ્સ-ઓઇલ પામ" અંતર્ગત ખેડૂત તાલીમ-વ-શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ તાલુકાના ૭૦ જેટલા ખેડુતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમમાં ખેડુતોને ઓઇલ પામનું વાવેતર કરવાથી થતા વિવિધ લાભો તેમજ ઓઇલ પામ વાવેતરમાં બાગાયત ખાતા તરફથી મળતી સહાય અંગે તેમજ બાગાયતની વિવિધ યોજનાઓ વિશે માહિતી નાયબ બાગાયત નિયામક, નડિયાદ ડૉ. સ્મિતા પિલ્લાઈ દ્વારા આપવામાં આવી હતી.
આ તાલીમમાં બાગાયત આધિકારી આર.વી.પંચાલ, એમ. જે. ગોસ્વામી, પતંજલિ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિ ભાનુભાઇ ચૌહાણ, વિસ્તરણ અધિકારી (ખેતી) તથા આત્માના અધિકારી તેમજ નડિયાદ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોએ હાજરી આપી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प