सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

હરિયાણા - બીજેપી સરકાર દરેક અગ્નિવીરને પેન્શન વાળી નોકરી આપશે : અમિત શાહ

રાહુલ ગાંધી રાહુલ ગાંધી પાયાવિહણી વાત કરે છે, અમિત શાહે ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું

Jashu Bhai Solanki
  • Sep 27 2024 2:56PM

ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર MSP અંગે ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે અનામત મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થઇ રહી છે, કોંગ્રેસ એક બાજુ અનામત અને ખેડુતના મુદ્દે ભાજપને ધેરી રહી છે, તો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ રેવાડીમાં રેલી સંબોધન વખતે વળતો જવાબ આપવામાં આવ્યો હતો.

અમિત શાહએ કહ્યુ કે કોગ્રેસ વોટબેંકની લાલચમાં તુષ્ટીકરણની રાજનીતિ કરે છે. કોંગ્રેસના સમયમાં હરિયાણાના હાથીનીથી થાનસર સુધી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. રાહુલ ગાંધી અમેરિકા જઈને અનામત હટાવવાની વાત કરે છે." તેમણે કહ્યું કે અમે આરક્ષણમાં ક્રીમી લેયર વધાર્યું છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "(રાહુલ ગાંધી) અમારા પર આરોપ લગાવતા હતા કે અમે આરક્ષણ ખતમ કરવા જઈ રહ્યા છીએ અને પોતે અમેરિકા જઇ અંગ્રેજીમાં કહીને આવ્યા કે અમે આરક્ષણ ખતમ કરીશું. રાહુલ ગાંધી, તમે આરક્ષણ કેવી રીતે ખતમ કરશો, અમારા સરકાર અને હું કહું છું કે જ્યાં સુધી સંસદમાં બીજેપીનો એક પણ સાંસદ છે ત્યાં સુધી તમે આરક્ષણ ખતમ નહીં કરી શકો.

અમિત શાહે કહ્યુ હતુ કે અમે અગ્નિવીરોને પેંશન વાળી નોકરી આપશું, કોંગ્રેસ પાર્ટી ભીરતિય સેનાનું સન્માન નથી કરતી, તેમણે તો સેના અધ્યક્ષને પણ ગુંડો કહ્યો હતો. હરિયાણામાં કોંગ્રેસ સરકાર કરપ્શન, કમિશનની સરકાર હતી, દલાલી રાજ હતું પરંતુ ભાજપ સરકારમાં આવો સવાલ જ નહી ઉભો થાય. 

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીને કોઇ સંસ્થાએ કહ્યું કે MSP બોલવાથી મત મળી જશે, ખરીફ પાક અને રવિ પાક કઇ છે, એ તમને ખબર છે , પુરા દેશમાં જ્યા કોંગ્રેસ સરાકર છે ત્યા તમામ લોકો સાથે ખોટુ બોલવામાં આવી રહ્યું છે, હરિયાણાની બીજેપી સરકાર 24 ફસલ એમપીએસ પર ખરીદી કરે છે. 

કોંગ્રેસ પર નિશાન સાધતા ગૃહમંત્રીએ કહ્યું, "કર્ણાટક અને તેલંગાણામાં તમારી સરકારો છે, તમે MSP પર કેટલા પાક ખરીદો છો, કૃપા કરીને મને કહો... ખેડૂતો ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની સરકારને 2 રૂપિયા વળતરની સરકાર કહેતા હતા, કારણ કે ક્ષતિગ્રસ્ત પાક માટે તમારા સમયના રૂ. 2ના ચેક મોકલવામાં આવ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार