ગુજરાતના પાટણમાં જાળેશ્વર મહાદેવનાં મંદિરમાં 450 વર્ષથી પણ વધારે વર્ષોથી સૌથી જૂની પરંપરાથી ઉજવાતી ભવાઈ
850 વર્ષથી પણ જુના ઐતિહાસિક જાળેશ્વર મહાદેવ મંદિરમાં સાડા ચારસો વર્ષ કરતા પણ જૂની ભવાઈનો વારસો
૪૨ પરિવારથી અધિક ઔદિત્ય બ્રાહ્મણ પરિવાર અને પાલડી ગામના ઠાકોર અને અન્ય પરિવાર દ્વારા ભવાઈ ઉજવાય છે અને ભાદરવી ચૌદસના દિવસે સવારથી પાટણનામાં ભેગા થાય છે.
ઐતિહાસિક નગરી પાટણમાં અતિ પ્રાચીન 800 વર્ષ કરતાં પણ જુના ઝાળેશ્વર મહાદેવના આંગણમાં સાડા ચારસો વર્ષ કરતાં પણ અધિક જૂની ભવાઈ ભજવાય છે. આ વારસાને સાચવતા 42 પરિવાર કરતાં પણ અધિક ઔદિચ્ય બ્રાહ્મણ પરિવાર તથા પાલડી ગામના ગ્રામજનો દ્વારા આ ભવાઈને ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે.
આ ભવાઈની શરૂઆત પાટણના જૂનામાં જૂના વિસ્તાર કૃષ્ણ થિયેટર ના ચોકથી શરૂઆત કરે છે જેમાં અહીંયા સમગ્ર પાલડી ગામના લોકો આવીને અહીંના બ્રાહ્મણોને ઢોલ નગારા તલવારબાજી રમીને અને ત્યારબાદ ગાડામાં બેસાડીને પાલડી ગામ સુધી બ્રાહ્મણ પરિવારોને આમંત્રિત કરીને લઈ જવામાં આવે છે. મંદિરમાં આવ્યા બાદ ચાચર ચોકમાં બિરાજેલા બહુચરમાતાના સ્થાનકે આ ભવાઈ ભજવવામાં આવે છે જ્યાં ગામના તબલા વાદકો ભૂંગળ વાદકો તથા પ્રાચીન વારસો સાચવેલા ગાયકો આ ભવાઇના આયોજનમાં જોડાય છે
આ ભવાઈની એક એવી વિશેષતા છે કે અહીંયા મુખ્ય ભાગ ભજવતા ઔદિત્ય બ્રાહ્મણના પરિવારો અને એમની સાથે નાયક પરિવારો અને દરજી ઠાકોર અને પટેલ પરિવારો તથા અન્ય સમાજના લોકો પણ જોડાય. છે અને આ ભવાઈને રજૂ કરવામાં આવે છે.
જેમાં મુખ્યત્વે માતાજીનું જે કોઈ પાત્ર હોય એ તમામ સ્ત્રીપાત્ર પુરુષો જ ભજવે છે .
વર્ષો જૂની પરંપરાઅનુસાર ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારના કોઈ પણ વ્યક્તિ આમાં કોઈ પણ જગ્યાએ હોય તો પણ આ પરંપરા અનુસાર એને અહીંયા આવીને આ પાત્ર ભજવવું જ પડે છે એવું એમનો વારસો છે અને એ અનુસાર કોઈપણ પોસ્ટ ઉપર હોય જેમકે કલેક્ટર હોય મામલતદાર હોય એની સાથે યુવામાં પણ એમબીએ કરેલા યુવા વર્ગના લોકો હોય ડોક્ટર હોય એ બધા જ પુરુષો અને યુવાઓ આ સ્ત્રીપાત્રને ભજવીને માતાજી ની ભક્તિમાં જોડાય છે
આ ભવાઈમાં યુવાઓમાં જે નવા નવા પુરુષો ત્રિપાત્રને ભચાવતા માતાજીનું પાત્ર ભજવતા હોય ત્યારે એક ઉર્જા સાથે જાણે કે રીયલ ભાવ હોય એ રીતે એમાં શક્તિ આવે છે એ એક અલગ વિશેષતા છે અને આ અનુભવ દરેક યુવાઓએ રજૂ કર્યો છે કે અમે આ પાત્ર ભજવીએ છીએ ત્યારે જાણે કે માતાજીની ઉર્જા અમારામાં આવી હોય એવી અનભૂતિ થાય છે.
આ ભવાઈ વર્ષોથી ભજવાતી હોય ત્યારે એમ કહેવાય કે 15 કલાકમાં સળંગ ઉજવાતી ભવાઈ એ એક માત્રને એકમાત્ર પાટણમાં જ છે એવું લોકોનું કહેવું છે આ ભવાઈની શરૂઆત રાત્રે 9:00 વાગ્યાથી દિવસના 12:00 વાગ્યા સુધી સળંગ ઔદિચ્ય બ્રાહ્મણ 42 પરિવારોના લોકો દ્વારા ભજવાય છે
ભવાઈના પાત્રોની વિશેષતામાં રાત્રિના ત્રણ વાગ્યે નીકળતા રૌદ્ર સ્વરૂપમાં મહાકાળી માતા ત્યારબાદ અન્ય સવારે લોકોનો આકર્ષણ જમાવતા હનુમાનદાદા તથા એમની સાથેના અન્ય પાત્રો અને રાવણનું પાત્રને જોવા માટે પાટણની હજારો ભક્તોની ભીડ આ જગ્યાએ છે આવે છે
આમ તો આ જગ્યા એ વર્ષોથી અહીંયા લોક મેળો યોજાય છે જે મેળામાં ચારે બાજુના ગામના અને પાટણ ના લોકો આ મેળાને અચૂક જોવા આવે છે
આ મેળામાં 15 કલાકની ભવાઈ બાદ સવારે પૂર્ણ આવતી કરીને સંપૂર્ણ પાલડી ગામમાં ભગવાન મહાદેવજી ની મૂર્તિને પાલકી સ્વરૂપે લઈ જઈને શોભાયાત્રા સ્વરૂપે નીકળી અને મેળાને પૂર્ણ કરવામાં આવે છે
આ મેળામાં આવતા ભક્તો અને અહીંના જે વડીલો છે એમનું એવું કહેવું છે કે જેમ તરણેતરનો મેળો લોકમેળા તરીકે ઉજવાય છે તેજ રીતે સાંસ્કૃતિક મંત્રાલય પણ પાટણના અતિ પ્રાચીન મેળાને અને ભવાઈને પણ સાંસ્કૃતિક વિભાગ સહાય કરી અને એક વિશેષ આયોજન સાથે જોડય તો પાટણનો આ મેળો અને આ ભવાઈ વિશ્વમાં સનાતન સંસ્કૃતિને જાળવી શકશે અને સાથે પાટણમાં રાણીની વાવ જે વર્લ્ડ હેરિટેજમાં આવેલ છે. જે ઐતિહાસિક વાવને એક ટુરીઝમ વારસો ગણવામાં આવે છે તો આ ઐતિહાસિક મંદિર અને આ ભવાઈને પણ સાંસ્કૃતિક વારસો ગણીને ટુરિસ્ટો આવે અને આ ભવાઇને જુવે અને સંસ્કૃતિ ની અનુભૂતિ કરે એવી માંગ છે
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प