सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Haryana Election: રાહુલ બાબા જૂઠું બોલવાનું મશીન છે', અમિત શાહે અગ્નવીર યોજનાને લઇ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

દરેક અગ્નિવીરને પેન્શન વાળી નોકરી મળશે :અમિત શાહ

Jashu Bhai Solanki
  • Sep 29 2024 3:05PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાદશાહપુરમાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી. કોંગ્રેસ પાર્ટીની ત્રણ પેઢીએ સેનાનું સન્માન કર્યું નથી. વન રેન્ક-વન પેન્શનની માંગણી સંતોષાઈ નથી. તમે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવ્યા અને વન રેન્ક વન પેન્શનની માંગ પૂરી કરી. પીએમ મોદીએ વન રેન્ક-વન પેન્શનનું ત્રીજું સંસ્કરણ પણ લાગુ કર્યું છે, હવે નવા પગાર સાથે પેન્શન આપવામાં આવશે.

બાદશાહપુરમાં એક જન સભા સંબોધન વખતે અમિત શાહ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામા આવ્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ બાબા ખોટુ બોલવાનું મશીન છે. તેમનું કહેવું છે કે અગ્નિવીર યોજના એટલા માટે લાવી છે કે કેન્દ્ર સરકારે પેન્શન ન આપવું પડે, પરંતુ દરેક અગ્નિવીરને પેન્શન વાળી નોકરી આપવામાં આવશે. હરિયાણામાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગે આ વાત પર રાહુલ ગાંધી ચુપ કેમ છે. કોંગ્રેસ તુષ્ટિકરણમાં આંધળી થઇ ગઇ છે. 

પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા પર રાહુલ કેમ ચૂપ છે?

શાહે કહ્યું કે હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે જ્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવી રહ્યા છે તો તમે ચૂપ કેમ છો? કોંગ્રેસ તુષ્ટિકરણમાં આંધળી બની ગઈ છે. કાશ્મીર આપણું છે કે નહીં? કોંગ્રેસ અને રાહુલ બાબા કહે છે કે અમે કલમ 370 પાછી લાવીશું. રાહુલ ગાંધીની ત્રણ પેઢીઓ પણ કલમ 370 પાછી લાવી શકતી નથી. હરિયાણાના યુવાનોએ કાશ્મીરની રક્ષા માટે ઘણું બલિદાન આપ્યું છે અને અમે તેને વ્યર્થ નહીં જવા દઈએ.

ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાના છેલ્લા 10 વર્ષના કાર્યકાળનો હિસાબ આપ્યો. તેમણે કહ્યું, "યુપીએ સરકારે હરિયાણાને 41 હજાર કરોડ રૂપિયા આપ્યા હતા, જ્યારે મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં હરિયાણાને 2 લાખ 92 હજાર કરોડ રૂપિયા આપ્યા હતા. પીએમ મોદી હરિયાણાને સૌથી વધુ પ્રેમ કરે છે."

શાહે વધુમાં કહ્યું કે વકફ બોર્ડના આ કાયદામાં ઘણી સમસ્યા છે અને અમે આ શિયાળુ સત્રમાં તેને સુધારવા માટે કામ કરીશું. તમને જણાવી દઈએ કે હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન છે. હરિયાણાની 90 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં મતદાન થશે. 8મીએ વિજેતા જાહેર કરવામાં આવશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार