सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નવરાત્રી 2024 : આજથી શારદીય નવરાત્રી શરૂ આજે માં શૈલપુત્રીની પૂજા, વિધિ કરવામાં આવે છે. તેનાથી જીવનમાં સ્થિરતા અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ આવે છે

જાણો કળશ સ્થાપના મુહૂર્ત અને અખંડ જ્યોતિ સાથે જોડાયેલા નિયમો

Jashu Bhai Solanki
  • Oct 3 2024 9:51AM

ઘટ-સ્થાપના કે કળશ સ્થાપનાને નવરાત્રીના આરંભનું પ્રતીક માનવામાં આવે છે. આ અનુષ્ઠાન 3 ઓક્ટોબર 2024એ છે. આવો જાણીએ ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે અને અખંડ જ્યોતિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમ કયા કયા છે.

નવરાત્રીની શરુઆત 
દુર્ગા પૂજાની શરુઆત ઘટ સ્થાપના કે કળશ સ્થાપનાની સાથે થાય છે. માટે ઘટ સ્થાપનને આ 10 દિવસીય ઉત્સવના આરંભનું પ્રતિક માનવામાં આવે છે. કળશ સ્થાપનની સાથે જ આ અવસર પર માતાજીની અખંડ જ્યોતિ પણ પ્રજ્વલિત કરવામાં આવે છે. 

નિયમ અને મુહૂર્ત 
જાણો ઘટ સ્થાપનું શુભ મુહુર્ત અને અખંડ જ્યોતિ સાથે જોડાયેલા નિયમો  
શારદીય નવરાત્રી પૂજન આસો મહિનામાં પ્રતિપદા તિથિએ ઘટ-સ્થાપનાથી શરૂ થાય છે. પંચાંગ અનુસાર વર્ષ 2024માં ઘટ-સ્થાપનાનું સર્વોત્તમ મુહૂર્ત બૃહસ્પતિવાર 3 ઓક્ટોબર 2024એ પહેલુ મુહૂર્ત 6.30 AM થી 7.31 AMની વચ્ચે છે. બીજુ મુહૂર્ત 12.03 PMથી 12.51 PMની વચ્ચે છે.

અખંડ જ્યોત 
ધાર્મિક ગ્રંથો અનુસાર અખંડ જ્યોતને હંમેશા પૂજા સ્થાન કે ઘરના મંદિરના ઇશાન કોણમાં રાખવામાં આવે છે. અખંડ જ્યોત 10 દિવસ સુધી ચાલુ રાખવામાં આવે છે. ત્યાર બાદ માતાજીના ગરબાનું વિધીથી પૂજન કરવામાં આવે છે. 

અખંડ જ્યોતની પૂજા 
નવરાત્રીમાં માતાજીની સાથે અખંડ જ્યોતની પણ પૂજા કરવામાં આવે છે, કારણકે હિંદુ ધર્મમાાં અખંડ જ્યોતને માતાજીનું પ્રતિક માનવામાં આવે છે. તોમજ અખંડ જ્યોત બુજાઇ ન જાય તેમનું પણ ધ્યાન રાખવાનું હોઇ છે. 

નવરાત્રી દરમિયાન ધર બંધ ન રાખો 
માન્યતા છે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન અખંડ જ્યોતની સ્થાપના કરવામાં આવે છે. તે સમયે ઘર બંધ ન રાખવું જોઇએ 

તામસિક ભોજન ન બનાવો
અખંડ જ્યોતિની પવિત્રતા યથાવત રહે તે માટે ઘરમાં ભૂલથી પણ તામસિક ભોજન ન બનાવો. કહેવાય છે કે જે નવરાત્રીનું વ્રત કરે છે. તેમને તામસિક ભોજનની ગંધ અને દર્શનથી પણ દૂર રહેવું જોઈએ.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार