નડિયાદ સ્થિત હિન્દુ અનાથ આશ્રમ ખાતે બાળ દિનની ઉજવણી કરવામાં આવી
માતૃછાયા અને હિન્દુ અનાથ આશ્રમ બંને સંસ્થાનાં કુલ મળીને ૧૨૦ બાળકો સહભાગી થયા હતા
તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદનાં ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જી ડી. પડીયાનાં અધ્યક્ષસ્થાને અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, નડીઆદનાં ફૂલ ટાઈમ સેક્રેટરી(સિનિયર સિવિલ જજ કેડર) ડી બી. જોષી તથા બાળ કલ્યાણ સમિતિનાં ચેરમેન અમિત ડાભીની વિશેષ ઉપસ્થિતિમાં ૧૪ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય બાળ દિવસ નિમિતે ખેડા-નડીઆદની બાળ કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ બાળ કલ્યાણ સમિતિ-જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મહિલા બાળ વિકાસ વિભાગ સહિત માતૃછાયા અનાથ આશ્રમ અને પ્રયાસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે નડીઆદ સ્થિત હિન્દુ અનાથ આશ્રમ ખાતે બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનાં અધ્યક્ષ જી ડી. પડીયા દ્વારા બાળકોને લગતાં કાયદાઓ વિશે, ડી બી. જોષી દ્વારા મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિશે તથા અમિત ડાભી દ્વારા બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની બાળકોને લગતી સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે સરળ ભાષામાં વિસ્તૃત સમજ આપી હતી.
ત્યાર બાદ માતૃછાયા અનાથ આશ્રમનાં સુપ્રિન્ટેન્ડન્ટ સંદીપ પરમાર દ્વારા તમામ બાળકોને લીબું ચમચી, સંગીત ખુરશી, દોડ, ખો-ખો અને ગાયન સ્પર્ધા જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તમામ બાળકોને વિના મુલ્યે ટી-શર્ટ આપવામાં આવી હતી. તથા બાળકો માટે કામ કરતી એન.જી.ઓ. પ્રયાસ સંસ્થા દ્વારા તમામ બાળકોને પૌષ્ટિક અલ્પાહાર અને આઈસક્રીમ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશ પટેલ, ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફીસરશ્રી ડો. અલકા રાવલ, હિન્દુ અનાથ આશ્રમનાં સુપ્રિન્ટેન્ડેન્ટ લતાબેન ચૌધરી, માતૃછાયા અને હિન્દુ અનાથ આશ્રમ બંને સંસ્થાનાં કુલ મળીને ૧૨૦ બાળકો સહભાગી થયા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प