ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી માટે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 8 કુલ 13800 શિક્ષકોની ભરતી કરવાની છે. જેના જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ટેટ 1 અને ટેટ 2 પાસ ઉમેદવારો અરજી કરી શકશે.
ભરતીની વિગતો
આ ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ ઉમેદવારોઓ જરુરી આધાર પુરાવાઓ સાથે અરજી પોતાના જિલ્લામાં જમા કરાવવી પડશે. ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 07/11/2024થી 16/11/2024 સુધી ચાલશે. તેમજ જિલ્લા સ્વિકાર કેન્દ્રમાં અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2024 છે.
પગારધોરણ અને લાયકાત
નવા શિક્ષકો માટે, જેન્ વિદ્યાસહાયક તરીકે પસંદ કરવામાં આવશે. પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર તરીકે ₹26000 મળશે. આ પછી, તેઓ નિયમિત પગાર ધોરણમાં સમાવેશ થશે. નોંધનીય છે કે, આ ભરતીમાં ભાગ લેવા માટે TET 1 અથવા TET 2ની પરીક્ષા પાસ કરેલી હોવી આવશ્યક છે. 2024માં TET પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને હવે આ તક મળવાની રાહ હતી.
પ્રક્રિયા અને મહત્વની તારીખો
તારીખ 29/10/2024ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા મળેલ પત્ર અનુસાર, કુલ જગ્યાઓ આ જાહેરાતમાં દર્શાવવામાં આવી છે. જિલ્લા/નગર શિક્ષણ સમિતિઓના રોસ્ટર આધારિત માંગણાપત્રક મેળવ્યા બાદ, માધ્યમવા, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જગ્યા રજૂ કરવામાં આવશે.