सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

છત્તીસગઢમાં સીઆરપીએફનું સૌથી મોટું ઓપરેશન, 36 નક્સલવાદી ફુંકી માર્યા.

નક્કસલીઓનો ગઢ ગણાતા વિસ્તારોમાં 500 થી વધુ જવાનોએ કાર્યવાહી હાથ ઘરી હતી.

Jashu Bhai Solanki
  • Oct 5 2024 2:48PM

છત્તીસગઢમાં અત્યાર સુધીનું સૌથી મોટું નક્સલ ઓપરેશન હાથ ધરાયું હતું.. અહીં ગઇ કાલે (શુક્રવારે) દંતેવાડા-નારાયણપુર જિલ્લાના બોર્ડર પર પોલીસ જવાન અને સુરક્ષા દળ વચ્ચે મુઠભેડ થઈ. આ દરમિયાન સુરક્ષા દળના જવાનોએ 36 નક્સલીઓને ઠાર માર્યા છે, જેના વિશે પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે. પોલીસ અધિકારીઓ મુજબ, ઠાર કરવામાં આવેલા નક્સલીઓની સંખ્યા વધી શકે છે. જવાનોએ ઘટનાસ્થળેથી AK-47, SLR સહિત અન્ય હથિયારો પણ જપ્ત કર્યા છે.

નિર્ણાયક કાર્યવાહી માટે બે સપ્તાહ પેહેલા 4000થી વધુ જવાનો રવાના કર્યા હતા.
છત્તીસગઢમાં નકક્સલવાદીઓ સામે નિર્ણાયક કાર્યવાહી માટે બે સપ્તાહ પહેલા જ સરકારે સીઆરપીએફના 4 હજારથી વધુ જવાનો રવાના કર્યા હતા. કેન્દ્ર સરકારે 2026 ના માર્ચ સુધીમાં દેશમાં નક્કસલવાદી સમસ્યાને જડ મુળમાથી નાબુત કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. દેશમાં નક્કસલવાદીઓ સામેની કાર્યવાહીનું સુકાન સીઆરપીએફ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. 

આ પહેલાં, 15 એપ્રિલ 2024ના રોજ છત્તીસગઢમાં પોલીસ જવાનોએ મોટાપાયે નક્સલ એનકાઉન્ટર કર્યુ હતું. લોકસભા ચૂંટણી પહેલાં કાંકેર જિલ્લાના નાના બેઠિયા પોલીસ સ્ટેશનના કલપરના જંગલોમાં પોલીસે 29 નક્સલીઓને ઠાર કર્યા હતા. આ દરમિયાન સુરક્ષા દળોએ મોટી સંખ્યામાં હથિયારો પણ જપ્ત કર્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार