सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સિટી બસનું ફરી વખત સૂરસુરીયુ

વડામથક નડિયાદ શહેરમાં છેલ્લા લાંબા વર્ષોથી બંધ થયેલી સીટી બસ દોડાવવાનુ ફરી એક વખત ફિયાસ્કો થયો છે.

કામાક્ષી પ્રચેત મેહતા
  • Aug 1 2024 6:19PM
વડામથક નડિયાદ શહેરમાં છેલ્લા લાંબા વર્ષોથી બંધ થયેલી સીટી બસ દોડાવવાનુ ફરી એક વખત ફિયાસ્કો થયો છે. પાલિકા તંત્રએ અગાઉ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી વર્ક ઓર્ડર આપેલ એજન્સીએ કામ ન કરતા છેવટે આ વર્ક ઓર્ડર રદ કરી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. લાંબા સમયથી નડિયાદ શહેરના નગરજનો સિટી બસની સેવાથી વંચિત રહ્યા છે. ત્યારે ફરી એક વખત આ પ્રોજેક્ટનો સૂરસુરીયુ થતાં નગરજનોના મુખે ચર્ચાઓએ જોર પકડ્યું છે.


નડિયાદ નગરપાલિકા મહાનગરપાલિકાનુ સ્વપ્ન સેવી રહી છે. થોડા માસ પહેલાં મોટા ઉપાડે 'મનપા' ની જાહેરાત પણ કરી દીધી હતી. જોકે શહેરમાં છેલ્લા લાંબા વર્ષોથી પરિવહન માટે સિટી બસ સેવા ઉપલબ્ધ નથી‌. જેના કારણે નગરજનોને અને આસપાસના નજીકના ગામડાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ન છુટકે ખાનગી શટલમાં આવવુ જવુ પડે છે જોકે અગાઉ કોરોના કાળ પહેલા અને એ પછી અવારનવાર પાલિકાએ શહેરમાં સિટી બસ દોડાવવા પ્રયાસો કર્યા છે. જેમાં ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરી હતી.

પરંતુ કોઈના કોઈ કારણોસર આ ટેન્ડર પ્રક્રિયા અડધેથી રદ થઈ જાય છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમા પાલિકાએ આ મામલે વર્ક ઓર્ડર પણ ખાનગી એજન્સીને સોંપી દીધો હતો. ખાનગી એજન્સીએ તે સમયે સૌપ્રથમ 4 બસથી સુવિધા શરૂ કરશે અને મિનીમમ ભાડુ 7 રૂપિયા તેમજ મેક્સીમમ ભાડુ 15 રૂપિયા નક્કી કર્યું હતું. વર્ક ઓર્ડરમા આ બસ 5 વર્ષ સુધી નિભાવવા ઉલ્લેખ હતો. પરંતુ લાંબા માસ સુધી આ સુવિધા ચાલુ થઈ નહોતી. વચ્ચે લોકસભાની ચૂંટણી અને એ બાદ પણ આજદિન સુધી આ સુવિધા નડિયાદ નગરજનોને મળી નથી.

જોકે પાલિકા વિભાગે અગાઉ આપેલ વર્ક ઓર્ડર એકાએક રદ કરી પાંચમા પ્રયત્ને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં જણાવાયું છે કે, નડિયાદ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના અંતર્ગત નડિયાદ શહેરમાં 5 વર્ષ સીટી બસ ચલાવવાની અને નિભાવવાની કામગીરી માટે અનુભવી અને સરકાર તેમજ અન્ય શ્રેણીમાં આવતા ઈજારદાર પાસેથી ટેન્ડરથી ભાવો મંગાવવામાં આવે છે. ત્યારે નડિયાદ નગરમાં સીટી બસનુ સ્વપ્ન ફરી એક વખત રોળાઈ ગયું છે. 

એક બાજુ નડિયાદ શહેરમાં રેલવે સ્ટેશન સામે સીટી બસ સ્ટેન્ડ બનાવવા પાલિકા ઉતાવળ કરી રહી છે. ત્યાં આવેલ જુની જેલ અને ખખડધજ ટાઉન હોલ તોડી જગ્યા ખુલ્લી કરી દીધી છે. તાજેતરમાં ત્યાં મોટામોટા ઉગેલા વૃક્ષોનું પણ નિકંદન કરી દીધુ છે. તો બીજી તરફ સીટી બસ દોડાવવા પાલિકા ખુદ અક્ષસમ હોય તેવો ચિતાર છલકયો છે. ત્યારે સિટી બસની સેવા નગરજનોને ક્યારે મળશે તે જોવું રહ્યું.


ચીફ ઓફિસરે કહ્યું વર્ક ઓર્ડર એજન્સીએ કામ ચાલુ ન કરતા વર્ક ઓર્ડર રદ કરી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીઆ બાબતે ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડે જણાવ્યું કે, અગાઉ આપણે જેને વર્ક ઓર્ડર આપેલો હતો તે એજન્સીએ કામ ચાલુ ન કરતા આ વર્ક ઓર્ડરને રદ કરી દીધો છે અને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. અગાઉ પણ ત્રણ વખત આ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે પણ કોઈ એજન્સી રસ દાખવતી નહોતી. હાલ નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार