सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદમાં ભવ્ય તિંરગા યાત્રાનું આયોજન

એસ.આર.પી ગ્રાઉન્ડ થી ઇપ્કોવાળા હોલ સુધી તા. 12 ઓગસ્ટના રોજ યોજાશે તિરંગા યાત્રા

યેશા શાહ
  • Aug 8 2024 6:33PM
ખેડા જિલ્લામાં 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. જેના અનુસંધાને, 12મી ઓગસ્ટ સવારે 10:00 કલાકે એસઆરપી ગ્રાઉન્ડ થી ઇપ્કોવાળા હોલ, નડિયાદ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં તેમજ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાના આયોજન હેતુ કલેકટર કચેરી, નડિયાદ ખાતે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર યાદવે શહેરના મહત્તમ નાગરિકોને તિરંગા યાત્રામાં જોડાવા અનુરોધ કર્યો.

પોલીસ બેન્ડની આગેવાનીમાં અંદાજિત 5000 જેટલા લોકો તિરંગા યાત્રામાં જોડાશે. જેમાં પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના કર્મીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમના સહભાગીઓ,  કોલેજના યુવાનો અને નગરજનો પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ યાત્રામાં જોડાશે. તિરંગા યાત્રાને 5 બેન્ડ દ્વારા  દેશભક્તિના ગીતોની સુરાવલિઓ સાથે કાઢવામાં આવેશે.

આ બેઠકમાં ધારાસભ્યો સર્વ પંકજ દેસાઈ,  કલ્પેશ પરમાર, સંજયસિંહ મહીડા, યોગેન્દ્રસિંહ પરમાર, અગ્રણી  અજય બ્રહ્મભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક  રાજેશ ગઢીયા, નિવાસી અધિક કલેકટર  ભરત જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લલિત પટેલ સહિત સંબંધિત વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार