सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પીએમ મોદી નવમી વખત અમેરિકાની મુલાકાતે જશે... મનમોહને 8 વખત જ્યારે નેહરુ-અટલે 4 વખત કરી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે રહેશે.

Sumant Kashyap
  • Sep 20 2024 1:42PM

જો આપણે પીએમ મોદીની આ મુલાકાત વચ્ચે ભારતીય વડાપ્રધાનોના ઈતિહાસ પર નજર કરીએ, તો પ્રથમ પીએમ જવાહર લાલ નેહરુ એ તેમના કાર્યકાળ દરમિયાન 4 વખત અમેરિકની મુલાકાત કરી હતી. પીએમ મોદી સહીત અત્યાર સુધી કુલ 9 ભારતીય પ્રધાનમંત્રીએ અમેરીકાની મુલાકાત કરી છે.

ભારત વિદેશ મંત્રાલય (MEA) એ મંગળવારે માહિતી આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાનો પ્રવાસ કવના છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી તા.21 સપ્ટેમ્બરે ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં આયોજિત ક્વોડ લીડર્સની ચોથી સમિટમાં ભાગ લેશે. આ કોન્ફરન્સનું આયોજન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનની અધ્યક્ષતામાં થવાનું છે.

મળતી માહિતી મુજબ, ન્યૂજર્સીમાં 22 સપ્ટેમ્બરે પીએમ મોદીના મેગા ઈવેન્ટમાં ભારતીય સમુદાયના 24,000થી વધુ લોકો હાજરી આપશે. આ ઈવેન્ટનું નામ છે  'મોદી અને અમેરિકાની પ્રગતિ એક સાથે થશે'. અમેરિકાના 50માંથી 42 રાજ્યોમાંથી ભારતીય મૂળના નાગરિકો આ ઈવેન્ટમાં ભાગ લઈ શકે તેવી શક્યતા છે.

ભારતીય વડાપ્રધાનોની અમેરિકા મુલાકાત

 જો આપણે પીએમ મોદીની આ મુલાકાત વચ્ચે ભારતીય વડાપ્રધાનોના ઈતિહાસ પર નજર કરીએ, તો  પ્રથમ પીએમ જવાહર લાલ નેહરુ તેમના કાર્યકાળ દરમિયાન 4 વખત અમેરિકા પ્રવાસે ગયા હતા. મોદી અને તેમના પુરોગામી મનમોહન સિંહ સહિત કુલ 9 ભારતીય વડા પ્રધાનો અત્યાર સુધીમાં સત્તાવાર રીતે અમેરિકાની મુલાકાતે ગયા છે. પૂર્વ પીએમ મનમોહન સિંહ 8 વખત અમેરિકા ગયા હતા જ્યારે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ 4 વખત અમેરિકા ગયા હતા. તેમજ અટલ બિહારી વાજપેયી પણ ચાર વખત અમેરિકા જઈ ચુક્યા છે. આ સિવાય ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પીએમ (3 વખત), પી.વી. નરસિમ્હા રાવ (2 વખત) અને મોરારજી દેસાઈ અને આઈ.કે. ગુજરાલ એક વખત અમેરિકાની મુલાકાતે ગયા છે.


 

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार