सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ મા ભાવનગર જિલ્લા આંગણવાડી મા અંદાજીત ૧૧૧૫૬ બાળકોએ પ્રવેશ લીધો તેમજ બાલવાટિકામાં અંદાજિત ૧૭૩૭૫ બાળકોએ પ્રવેશ લીધો

૨૧ મો શાળા પ્રવેશોત્સવ ભાવનગર જિલ્લામાં તા. 26 થી 28 જૂન ઉજવવામાં આવ્યો હતો જેમાં જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ મા આંગણવાડીમા અંદાજીત ૧૧૧૫૬ બાળકોએ પ્રવેશ લીધો તેમજ જિલ્લાની પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં અંદાજિત ૧૭૩૭૫ બાળકોએ પ્રવેશ લીધો છે.

સિદ્ધાર્થ ગોઘારી
  • Jun 29 2024 2:38PM
નવી શિક્ષણનીતિ ૨૦૨૦ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણને બાળકના આગળના શાળાકીય શિક્ષણ માટે ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માં તા.૨૩-૧૨-૨૦૨૧ ના રોજ પ્રોજેકટ “પા પા પગલી” મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકારશ્રી દ્વારા લોન્ચ કરવામાં કરવામાં આવેલ છે. જે અંતર્ગત આંગણવાડીમાં આવતા ૩-૫ વર્ષના બાળકોને જીવનના મહત્વના વર્ષોમાં તેમના ગુણવતાપૂર્ણ જીવન માટેનો મજબુત પાયો નખાય, બાળકોનો સર્વાગી વિકાસ થાય અને તેઓ બાલવાટીકાના શિક્ષણ માટે સજ્જતા કેળવે તેવો મહત્વકાંક્ષી લક્ષ્ય ગુજરાત સરકારશ્રી દ્વારા રાખ્યો છે.

આંગણવાડીના ૩-૫ વર્ષના બાળકોનો સર્વાંગી વિકાસ અને સ્કૂલ માટે શૈક્ષણિક તૈયારી એજ મુખ્ય ઉદ્દેશ છે. જે ઉદ્દેશને સિધ્‍ધ કરવા માટે તા.26 થી 28 જૂન -2024 ના રોજ ભાવનગર  જિલ્લાની ૧૫૯૧ આંગણવાડી કેન્દ્રો માં આંગણવાડી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 3 વર્ષના આંગણવાડી માં પ્રવેશ પાત્ર બાળકોને  ઘોડા પર, રીક્ષામાં બેસાડી ઢોલ વગાડી  રેલી  કાઢવામાં આવી  તેમજ આંગણવાડીમાં બાળકોને કુમ કુમ  પગલા પડાવવામાં આવ્યા તેમજ બધા પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓના હસ્તે યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार