સાચું શિક્ષણ માહિતી જ નહિ આચરણ, જે નઈ તાલીમમાં છે. - અરુણભાઈ દવે
શ્રી મહેન્દ્રસિંહ પરમારનાં અધ્યક્ષસ્થાને આંબલામાં 'માતૃભાષા ગુજરાતી' સંગોષ્ઠિ પ્રારંભ સાથે 'ભગવદ્ગોમંડલ' ગ્રંથ વંદનાયાત્રા
સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં મહેન્દ્રસિંહ પરમારનાં અધ્યક્ષસ્થાને 'માતૃભાષા ગુજરાતી' વિષય ઉપર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ પ્રારંભ થયો. આ પ્રસંગે અરુણભાઈ દવેએ કહ્યું કે, સાચું શિક્ષણ માહિતી જ નહિ આચરણ, જે નઈ તાલીમમાં છે. સંગોષ્ઠિ પ્રારંભ સાથે 'ભગવદ્ગોમંડલ' ગ્રંથ વંદનાયાત્રા યોજાઈ.
લોકવૈજ્ઞાનિક અને આ સંસ્થાનાં વડા અરુણભાઈ દવેએ સાંપ્રત વૈશ્વિક યુદ્ધ પરિસ્થિતિ સામે બળાપો વ્યક્ત કરી સંસ્કાર અને આવડત સાથે સંવેદનાની વાત કરી. તેમણે તમાકુથી ઘી સુધીની નકલનો ઉલ્લેખ કરી આ પરિસ્થિતિમાં ઉકેલરૂપ એ સાચું શિક્ષણ માહિતી જ નહિ આચરણ છે, જે નઈ તાલીમમાં છે, એ ખરી જીવન શૈલી છે તેમ જણાવ્યું.
સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં 'માતૃભાષા ગુજરાતી' વિષય ઉપર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ પ્રારંભ મહેન્દ્રસિંહ પરમારનાં અધ્યક્ષ સ્થાને થયો. તેઓએ કાવ્યગાન સાથે ભાવની સમજ તથા ભાષા અને બોલીઓની હળવા ઉદ્બોધન સાથે સમજ આપી.
ગુજરાતી ભાષા અને વૈવિધ્ય સંગ્રહ માટે ગોંડલ રાજવીનું પ્રદાન અવિસ્મરણીય છે, જે આ સંગોષ્ઠિના પ્રારંભે સ્મરણ કરાયું અને વિદ્યાર્થિનીઓ દ્વારા 'ભગવદ્ગોમંડલ' ગ્રંથ વંદનાયાત્રા યોજાઈ.
રવિકૃપા સંસ્થા અને શિક્ષણ સંવર્ધન એકમ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાનાં સૌજન્ય સાથેની આ શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ પ્રારંભે આચાર્ય વાઘજીભાઈ કરમટિયાએ આવકાર પરિચય ઉદ્બોધન કરેલ.
લોકશાળા સ્થાપના સાથે રહેલા નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, મૂળશંકરભાઈ ભટ્ટ, તથા નટવરલાલ બુચનાં સ્મરણ સાથે આ સંગોષ્ઠિમાં ૧૨ સંસ્થાઓનાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યાં છે.
સંગોષ્ઠિ અને સંસ્થા પરિવારનાં અગ્રણીઓ સુરશંગભાઈ ચૌહાણ, ખોડાભાઈ ખસિયા તથા જશવંતભાઈ કાકડિયાએ પ્રાસંગિક વાતો કરી.
અધ્યક્ષ મહેન્દ્રસિંહ પરમાર વિશે દિનુભાઈ ચુડાસમાએ પરિચય આપ્યો.
ગૌરાંગભાઈ વોરાનાં સંચાલન સાથેનાં આ પ્રારંભ ઉપક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલ હસ્તલિખિત અંકોનું મહાનુભાવોનાં હસ્તે વિમોચન થયેલ. આ સંગોષ્ઠિમાં જોડાયેલ સંસ્થાઓ દ્વારા તેમની પ્રવૃત્તિ સાથેનું પ્રદર્શન ગોઠવાયું છે.
આ કાર્યક્રમમાં લાલજીભાઈ નાકરાણી, જીજીભાઈ ચૌહાણ સાથે કાર્યકર્તાઓ જોડાયા. આભારવિધિ આચાર્ય ડાયાભાઈ ડાંગરે કરી.
સંગીત ટુકડી દ્વારા ભાવવાહી પ્રાર્થના, ભજન ગાન રજૂ થયાં.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प