सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બટોદના શિક્ષક દ્વારા શાળામાં વિદ્યાર્થીની છેડતી, કોઈએ વીડિયો બનાવી વાયરલ કર્યો, આરોપી શિક્ષકની ધરપકડ

ગુજરાતમાં શિક્ષકનું વધુ એક કરતુત સામે આવ્યું

Jashubhai solanki
  • Sep 24 2024 4:02PM

ગુજરાતના બોટાદ જિલ્લામાં સગીર વિદ્યાર્થીનીની છેડતીનો મામલો સામે આવ્યો છે.  કોઇએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. વિદ્યાર્થીને હેરાન કરી રહ્યો છે હતો.

બોટાદ જિલ્લાના એક ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીની છેડતીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ શિક્ષકે એક વિદ્યાર્થીને પોતાની ઓફિસમાં બોલાવીને તેની સાથે છેડછાડ કર્યું હતું, તેમજ અન્ય વિદ્યાર્થીઓને પણ હેરાન કરતો હતો,  વીડિયો વાયરલ થતા ગામમા  આ વાતથી હોબાળો મચી ગયો હતો. તેમજ ગામ લોકોએ પોલીસ ફરિયાદ કરી હતી.

વાલીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો ધરપકડ બાદ વિદ્યાર્થીના પરિવાર અને અન્ય વાલીઓએ આરોપી શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. શિક્ષક આનંદ કુમાર જાન્યુઆરી 2019 થી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ગામ લોકોની ફરિયાદના આધારે પાલીસે શિક્ષકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ વધુ પુછપરછ માટે કોર્ટમાં રિમાંડ પણ માગ્યા છે.   

ગામ લોકોએ ઘટનાના વિરોધમાં રોડ બ્લોક કર્યો 

શિક્ષક આનંદ કુમારના ગેરવર્તનનો વીડિયો જોઈને લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. શિક્ષક જ આવું કામ કરશે તો બાળકોને શુ શીખ મળશે, ગામની મહિલાઓએ શિક્ષક વિરુદ્ધ પ્રદર્શન કર્યું. ગ્રામજનો સાથે મોટી સંખ્યામાં લોકો ભાવનગર-રાજકોટ હાઈવે રોડ પર ઉતરી આવ્યા હતા અને નાસભાગ મચી ગઈ હતી. શિક્ષકને કડકમા કડક સજા મળે તેવી ગામ લોકોની માંગ છે.  જે આવનારા સમયમાં સમાજમાં એક દાખલો બેસાડે અને અન્ય કોઇ વ્યક્તિ આવુ કૃત્ય ન કરે.   


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार