सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

હવામાન- બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ સક્રિય, જુઓ ક્યારે ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ

ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી એક વાર વરસાદનો રાઉંડ આવે તેવી પ્રબળ શક્યતા.

Jashubhai solanki
  • Sep 24 2024 10:14AM

બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા 25 સપ્ટેમ્બરથી હવામાન વિભાગ દ્વારાવરસાદની  આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં વરસાદે વિરામ લીધો છે. પરંતુ ફરી એક વાર વરસાદ આવે તેવી પ્રબળ શક્યતા છે, હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા 2 સાયક્લોનિક સર્ક્યુલેશ સર્જાયા છે.

જેની અસર ગુજરાતમાં વધારે જોવા મળે તેવી શક્યતા છે, હવામાન વિભાગના મોડલ મુજબ હાલ બંગાળની ખાડીમાં 2 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે, આ સિસ્ટમ આવતી કાલે એટલે કે 25 સપ્ટેમ્બરે લો પ્રેશર એરિયામાં ફેરવાઇ શકે છે. જેના કારણે ફરી ગુજરાતમાં વરસાદી મોહાલ જામે તેવી શક્યતા છે. હવામાન વિભાગ ના અનુમાન મુજબ જો આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં 25થી સપ્ટેમ્બરના અંત સુધી સારા વરસાદનું અનુમાન છે.

 હવામાન વિભીગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેસર થતા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળે છે, ત્યાર બાદ આગામી દિવસોમાં મધ્ય ગુજરાત તેમજ પશ્વિમ ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળે તેવી શક્યતા છે. 

 દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો કેટલાક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી પડે તેવુ અનુમાન છે. 

 જાણો ચોમાસાની સિઝનનો ક્યા કેટલો વરસ્યો વરસાદ

 ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજીત 125.07 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 129.37 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 121.11 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 107.66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.   

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार