सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેલૈયાઓમાં આનંદ, નવરાત્રી ઉજાણીને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

જાણો ગૃહ રાજ્ય મંત્રીએ શુ જાહેરાત કરી

Jashu Bhai Solanki
  • Sep 28 2024 5:12PM

આગામી સમયમા શરુ થતી નવરાત્રીની ઉજવણી અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રે 12 વાગ્યા બાદ પણ ગરબા ચાલપ રાખવાની છુટ આપવામાં આવી. લાઉડ સ્પીકર બંધ કરી ગરબી રમી શકશે, નાના વેપારીઓને લાભ થશે.

નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે ખેલૈયા, આયોજકો અને ખાણી પીણીના વેપારીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે આ વર્ષે નિયમોના પાલન સાથે રાત્રે 12 વાગ્યા બાદ પણ ગરબા રમી શકશે. લાઉડ સ્પીકર બંધ કરી 12 વાગ્યા બાદ ગરબીનું આયોજન કરી શકાશે. આયોજકોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. નાના વેપારીઓ માટે આ રાહતના સમાચાર છે. આ વર્ષે નિયમોના પાલન સાથે મોડે સુધી રમી ગરબે રમી શકાશે. રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ લાઉડ સ્પીકર બંધ કરીને મોડે સુધી  ગરબા ચાલુ રાખવાની આ વર્ષે છૂટ અપાઇ છે. તેથી આ વર્ષે મોડી રાત્રે સુધી ગરબાની રમઝટ બાદ લોકો નાઇટ લાઇફને માણતા ખાણી પીણીની મજા માણી શકશે. ખાણી પીણીના વેપારી, ગરબાનો આયોજકો અને ખેલૈયાઓએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંબાજીથી માંડીને ચોટીલાના ચામુંડા અને કચ્છના માતાના મઢમાં વિશેષ સાધના અનુષ્ઠા હોમ હવનનું આયોજન થાય છે. આ અનુસંધાને આરતી અને દરશનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 

નવરાત્રી દરમિયાન કચ્છની કુળદેવી આશાપુરાના દર્શનના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળું આવે છે. અહી પગ યાત્રા કરીને પણ લોકો આવે છે. આ અવસરે મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાવામાં આવ્યો છે. નવરાત્રિ દરમિયાન માતાનામઢ મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શ્રીફળ લઈ જવા પર પ્રતિબંઘ મૂકવામાં આવ્યો છે. મઢમાં દર્શન માટે સવારે 5 થી રાત્રે 12 વાગ્યા સુંધીનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, આઠમના આખી રાત મંદિર ખુલ્લું રહેશે.

શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરના સમયમાં પણ નવરાત્રિને લઇને ફેરફાર કરવામાં આવ્યા છે. મંદિરના કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા  નવરાત્રિના નવા સમયની જાહેરાત કરવામાં આવી છે.  નવરાત્રિના નવ દિવસ અને પૂનમ સુધીના પંદર દિવસ માટે મંદિરના દ્વારા વહેલા ખોલવામાં આવશે. જેમાં આસો સુદ એકમથી પૂનમ સુધી મહાકાળી માતાજીના દર્શન કરવાના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં પ્રથમ નોરતે, આઠમા નોરતે અને પૂનમના દિવસે માતાજીના દર્શન કરવા માટે સમયમાં વધારો કરીને સવારે 4 વાગ્યે દ્વાર ખુલશે અને રાતના 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.  પ્રથમ નોરતે એટલે તા.૩ ઓક્ટોબર, 6 ઓક્ટોબર ત્રીજા નોરતે, 11 ઓક્ટોબર આઠમના રોજ, 13 ઓક્ટોબર દશમા નોરતે અને 17 ઓક્ટોબર પુનમના રોજ દર્શન સવારે 4 વાગ્યે ખુલી જશે અને રાત્રે 8 વાગ્યા સુધી માંઇ ભક્તો માના દર્શન કરી શકશે.  

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार