सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અમિત શાહ :મોદી સરકાર 3.0 ના 100 દિવસ પુર્ણ - વિકાસના કામની એક બુકલેટ પ્રસિદ્ધ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે ભારત સમગ્ર વિશ્વમાં ઉત્પાદનનું પ્રિય કેન્દ્ર બની ગયું છે. આજે આપણી ડિજિટલ ઈન્ડિયા યોજના વિશ્વના ઘણા દેશો સમજી રહ્યા છે

Jashu Bhai Solanki
  • Sep 17 2024 2:17PM

નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસ પૂર્ણ થવાના અવસર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ભાજપ સરકારના વિકાસના કામોની એક બુકલેટ પ્રસિદ્ધ કરવામાં આવી છે. અને કહ્યું છે કે આજનો દિવસ ખૂબ જ શુભ છે કારણ કે આજે પ્રધાનમંત્રનો જન્મદિવસ પણ છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભાજપ સરકારે 100 દિવસોમાં 15 લાખ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત હંમેશા વિકાસના પથમાં અગ્રેસર રહ્યું છે. પાછળના 100 દિવસોમાં ખેડુતોને 20 હજાર રકોડ રુપિયા સહાયરૂપે આપવામાં આવ્યા છે. 

ભારત સરકાર દ્વારા લદ્દાખમાં નવા 5 જિલ્લા બનાવવામાં આવ્યા છે. અને ત્રણ નવા અપરાધિક કાયદા પણ અમલમાં લાવવામાં આવ્યા છે. આર્ટીકલ 370 હટાવ્યા પછી જમ્મુ કાશમીરમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી થવા જઇ રહી છે. જે દેશની સૌથી મોટી સફળતા છે.

વધુમાં એ પણ જણાવ્યું હતું કે આઝાદી પછી પહેલી વાર દેશમાં ખુબ સારી વિદેશનીતિ  જોવા મળી રહી છે. ભારતની વિદેશમાં આયાત નિકાસનું પ્રમાણ વધી રહ્યું છે. વિદેશી યુનિવર્સિટી ભારતમાં પોતાના કેમ્પસ ચાલું કરવા માંગે છે. સેમી કન્ડક્ટર અને અંતરિક્ષ ક્ષેત્રમાં પણ ભારતનું આગવું સ્થાન છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार