ખેડા-આણંદ જિલ્લાની એકમાત્ર સ્વામી વિવેકાનંદ સ્કુલ કે જેમાં રાયફલ શૂટિંગના એકસ્ટ્રા ક્લાસ લેવાય છે
આ સ્કુલમાં સરકારમાન્ય ઈન્ડીયન રાઈફલ ટ્રેનિંગ થકી વિદ્યાર્થીઓને સ્ટેટ-નેશનલ-ઈન્ટરનેશનલ લેવલે તૈયાર કરવામાં આવે છે
ખેડા-આણંદ જિલ્લાની એકમાત્ર સ્કુલ સ્વામી વિવેકાનંદ સ્કુલ છે જ્યાં રાફયલ શૂટિંગની સ્ટેટ-નેશનલ-ઈન્ટરનેશનલ લેવલની ટ્રેનિંગ અપાય છે અને એક સબ્જેક્ટ તરીકે આ સ્પર્ધા અંગે ભણાવવામાં આવે છે. આ રાયફલ શૂટિંગ ટ્રેનિંગને એકસ્ટ્રા પિરીયડ તરીકે કલાસ લેવાય છે, જેમાં વિદ્યાર્થીઓને તૈયાર કરી આગળ મોકલવામાં આવે છે.
આ અંગે નડિયાદના પૂર્વ સાંસદ કે. ડી. જેસવાણી એ જણાવેલ કે, વર્ષ ૧૯૮૨ થી આ સ્કુલની શરૂઆત કરાઈ હતી જેમાં વિદ્યાર્થીઓના વિકાસ માટે ઘણા પ્રયત્નો કરીએ છીએ, જેમાં રાયફલ શૂટિંગની સાથે સાથે અન્ય એક્ટિવીટીમાં પણ સ્કુલના બાળકો આગળ આવેલ છે, આ સાથે ઈન્ડીયન એરફોર્સના રીટાયર્ડ જવાનો સાથે ચર્ચા-વિચારણા કરી સ્કુલમાં રાયફલ શૂટિંગ ટ્રેનિંગ માટે જગ્યા આપી વિદ્યાર્થીઓને જિલ્લા-રાજ્ય-દેશ- વિદેશ લેવલે તૈયાર કરી વિદ્યાર્થીઓમાં રહેલ કૌશલ્યને બહાર લાવી તેઓને વિકાસશીલ બનાવવામાં આવે છે.
આ ટ્રેનિંગ અંગે વિગતવાર ઈન્ડીયન એરફોર્સ રીટાયર્ડ જવાન શાંતિલાલ પટેલે જણાવેલ કે, સમગ્ર જિલ્લામાં આ પહેલી એવી સ્કુલ છે જે સરકારમાન્ય ઈન્ડીયન રાઈફલ ટ્રેનિંગ આપે છે, આ ટ્રેનિંગ ઈન્ટરનેશનલ લેવલની આપી વિદ્યાર્થીઓને સ્ટેટ, નેશનલ, ઈન્ટરનેશનલ સ્પર્ધામાં આગળ મોકલવામાં આવે છે અને તે દેશ-વિદેશની યુનિવસિટીઓમાં રાઈફલ સ્પર્ધામાં ભાગ લે છે. આ ટ્રેનિંગ લઈ અત્યાર સુધી ૧૨ વર્ષની ઉંમરના ત્રણ છોકરાઓ છે જેનું ડિસ્ટ્રીકટ લેવલે સ્પોર્ટ્સ સ્કુલમાં સરકારમાન્ય સિલેકશન થયેલ છે અને વધુબે છોકરાઓ જૂનાગઢમાં, અને એક છોકરો સાણંદમાં છે તેઓને સરકાર તરફથી દરેક સુવિધા પૂરી પાડવામાં આવે છે આ સાથે બીજા અન્ય છોકરાઓને નેશનલ-ઈન્ટરનેશનલ લેવલે તૈયાર કરવામાં આવેલ છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प